જામનગર: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં 'સરદાર પટેલ હાઉસ' વિજેતા
સૈનિક સ્કૂલ બાલાચડી, જામનગર ખાતે કેડેટ્સમાં શારીરિક તંદુરસ્તી, શિસ્ત, ટીમવર્ક, પરસ્પર સહકાર અને ખેલદિલીની ભાવના વિકસાવવાના ઉદ્દેશ્ય સાથે 'ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં શાળાના કેડેટ્સે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.સ્પર્ધાનું આયોજન ત્રણ અલગ-અલગ વયજૂથોમાં કરવામાં આવ્યું હતું. ધોરણ ૯થી ૧૧ના કેડેટ્સ માટેના ગ્રુપ Aમાં ૧૦ કિમી, ધોરણ ૭ અને ૮ના કેડેટ્સ માટેના ગ્રુપ Bમાં ૫ કિમી તથા ધોરણ ૬ના કેડેટ્સ માટેના ગ્રુપ Cમાં ૩ કિમીની દોડ યોજાઈ હતી.
તમામ કેડેટ્સે ઉત્સાહ, આત્મવિશ્વાસ અને દૃઢ નિશ્ચય સાથે પોતપોતાની દોડ પૂર્ણ કરી હતી.વ્યક્તિગત સ્પર્ધામાં વિજેતાઓ સ્પર્ધાના વિવિધ ગ્રુપમાં કેડેટ્સે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું. જેમાં 'ગરૂડ હાઉસ'ના ધોરણ ૧૦ના કેડેટ પ્રિન્સ રાજપૂતે ગ્રુપ Aમાં, 'ટાગોર હાઉસ'ના ધોરણ ૮ના કેડેટ પરીક્ષિત રાજપૂતે ગ્રુપ Bમાં અને 'નેહરુ હાઉસ'ના ધોરણ ૬ના કેડેટ જ્ઞાન મૈતેઈએ ગ્રુપ Cમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. હાઉસ ચેમ્પિયનશિપનાં પરિણામો સમગ્ર સ્પર્ધામાં સિનિયર ગ્રુપમાં 'સરદાર પટેલ હાઉસ'એ ચેમ્પિયનશિપનો ખિતાબ પોતાના નામે કર્યો હતો, જ્યારે જુનિયર ગ્રુપમાં 'નેહરુ હાઉસ'એ ચેમ્પિયનશિપ ટ્રોફી જીતી હતી. વિજેતા હાઉસના કેડેટ્સે ઉત્કૃષ્ટ ટીમવર્ક, શિસ્ત અને રમતગમત પ્રત્યેની પ્રતિબદ્ધતાનું પ્રદર્શન કર્યું હતું.
સૈનિક સ્કૂલ બાલાચડીના પ્રિન્સિપાલ ગ્રુપ કેપ્ટન ઉજ્જવલ ઘોરમાડે અને વિંગ કમાન્ડર કે. મારુતિ દેવી (નિવૃત્ત)ના હસ્તે વિજેતા કેડેટ્સને મેડલ અને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યાં હતાં.આ પ્રસંગે પ્રિન્સિપાલે વિજેતાઓને અભિનંદન પાઠવ્યાં હતાં અને સ્પર્ધામાં ભાગ લેનાર તમામ કેડેટ્સના ઉત્સાહ, સમર્પણ તથા પડકારજનક દોડ સફળતાપૂર્વક પૂર્ણ કરવા બદલ તેમની પ્રશંસા કરી હતી. તેમણે રમતગમતને કેડેટ્સના સર્વાંગી વિકાસનો મહત્ત્વપૂર્ણ ભાગ ગણાવ્યો હતો.
આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ટીજીટી સાયન્સના શિક્ષક પિયુષ વિરમગામાએ ઇન્ચાર્જ તરીકે કર્યું હતું.આ પ્રસંગે શાળાના વાઇસ પ્રિન્સિપાલ સ્ક્વોડ્રન લીડર રાકેશ તિવારી, અન્ય સ્ટાફ સભ્યો અને કેડેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગથી ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં રંગત જામી
October 17, 2026 05:39 PMજામનગરમાં દુષ્કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ
October 17, 2026 04:43 PMજામનગર: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં 'સરદાર પટેલ હાઉસ' વિજેતા
October 17, 2026 03:43 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
