તો ગોવાથી રાજકોટમાં ઠલવાઈ જાત દારૂ ભરેલો આખો કન્ટેનર ટ્રક, પણ નવસારી પોલીસે રૂ.1.04 કરોડની દારૂની ૮૭૪૮ બોટલ ઝડપી લીધી

  • May 17, 2025 11:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવસારી એલસીબીની ટીમે ગોવાથી રાજકોટ જઇ રહેલો રૂ.૧.૦૪ કરોડનો વિદેશી દારૂનો જથ્થો ભરેલો ટ્રક ઝડપ લીધો હતો. ટ્રકમાંથી ૭૨૯ પેટી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂની 8748 બોટલ, ટ્રક, રોકડ, મોબાઈલ મળી કુલ રૂ. 1.30 કરોડનો મુદ્દામાલ કબ્જે ચાલકની ધરપકડ કરી છે. દારૂ મંગાવનાર અને મોકલનાર સહીતના શખસોને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


પોલીસે વોચ ગોઠવી કન્ટેનર ટ્રકને ઝડપી પાડયો હતો

દારૂના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, નવસારી રૂરલ એલસીબીની ટીમને બાતમી મળી હતી કે એક કન્ટેનર ટ્રકમાં ગોવાથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરી નેશનલ હાઈવે નં.48 ઉપર વલસાડથી ચીખલી વાયા નવસારી થઈ સુરત તરફ જનાર છે. જે બાતમીના આધારે નવસારી અષટ્રાગામની હદમાં નેશનલ હાઈવે નંબર 48 મુંબઈથી અમદાવાદ જતા રોડ ઉપર વોચ ગોઠવી કન્ટેનર ટ્રકને ઝડપી પાડયો હતો.


વિદેશી દારૂની કુલ 8748 બોટલ મળી

પોલીસે તેમાં તપાસ કરતા 729 પૂઠાના બોક્સમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ 8748 બોટલ જેની કિંમત 1,04,97,600 મળી આવી હતી. જેથી પોલીસે દારૂનો જથ્થો, કન્ટેનર, એક મોબાઈલ તેમજ આરોપીની અંગઝડતીમાંથી મળી આવેલા રોકડા રૂપિયા 1900 સહિત કુલ 1,30,40, 500 રૂપિયાનો મુદામાલ જપ્ત કર્યો હતો.


પોલીસે ચાલકની પૂછપરછ કરી

પોલીસ દરોડામાં રાજસ્થાનના વતની ડુંગરસિહ પ્રતાપસિંહ ચૌહાણ (ઉ.46) નામના ટ્રક ચાલક ઝડપી પાડ્યો છે. જયારે સુરેન્દ્ર હજારીસિંગ રાજપૂત અને સતુભાઇ ઉર્ફે બાપુ ઉર્ફે બુઢોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. પોલીસે ચાલકની પૂછપરછ કરતા દારૂનો જથ્થો રાજકોટ લઈને આવવાનો હતો તેવું જણાવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application