આજે સાંજે ચાર વાગ્યાથી ગુજરાતના કેવડિયા સ્થિત એકતાનગર ખાતે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડની ભવ્ય ઉજવણી શરૂ થવા જઈ રહી છે. નેશનલ ફિલ્મ એવોર્ડના 72 વર્ષના ઇતિહાસમાં આ પ્રથમ વખત એવું બની રહ્યું છે કે જ્યારે દિલ્હી બહાર આ સમારોહ યોજાઈ રહ્યો છે અને તેની યજમાની ગુજરાત કરી રહ્યું છે. આ ઐતિહાસિક અવસરને લઈને સમગ્ર રાજ્યમાં અને ફિલ્મ જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આ સમારોહમાં હાજરી આપવા માટે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ ગઈકાલે વડોદરા પહોંચ્યા હતા અને ત્યાંથી બાય રોડ કેવડિયા માટે રવાના થયા હતા. રાષ્ટ્રપતિની સાથે-સાથે બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારો પણ કેવડિયા પહોંચી રહ્યા છે. ગઈકાલે બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યનનું હોટલમાં ઢોલ-નગારા અને ગરબા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એક્ટર રણદીપ હુડ્ડા પત્ની અને બાળક સાથે, સાઉથના પ્રખ્યાત અભિનેતા મમૂટી, ધનુષ અને એક્ટ્રેસ પદ્મિની કોલ્હાપુરી પણ વડોદરા પહોંચી ચૂક્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય મંત્રીઓ પણ આ મહાસમારોહમાં ઉપસ્થિત રહેશે.
આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહમાં વિવિધ ફિલ્મો અને કલાકારોને સન્માનિત કરવામાં આવશે. જેમાં ફિલ્મ 'આર્ટિકલ 370'ને સર્વશ્રેષ્ઠ ફીચર ફિલ્મ, ફિલ્મ ‘શ્રીકાંત’ને સર્વશ્રેષ્ઠ હિન્દી ફિલ્મ અને યામી ગૌતમને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ એનાયત થશે. આ સાથે જ ગુજરાતી ફિલ્મ 'મારણ'ને બેસ્ટ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ મળવાપાત્ર છે. તેમજ 'ભ્રમયુગમ' માટે મમૂટી અને 'ચંદુ ચેમ્પિયન' માટે કાર્તિક આર્યનને લીડિંગ રોલમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ અપાશે.
મહેમાનોની સુવિધા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક 'બસ બે' વિસ્તારમાં 1000 લોકોની ક્ષમતાવાળો એસી જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં મહેમાનોને ખાસ ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે. સાંજે 4:00થી 5:15 વાગ્યા દરમિયાન રાષ્ટ્રપતિ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે મુખ્ય સમારોહનો પ્રારંભ થશે. ત્યારબાદ વિવિધ શ્રેણીઓમાં એવોર્ડ વિતરણ કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ ફિલ્મ હસ્તીઓને સંબોધન કરશે.
સમારોહના અંતિમ ચરણમાં સાંજે 6:30 વાગ્યા પછી નર્મદા નદી કાંઠે વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે થીમ આધારિત લેઝર તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ શોનું ભવ્ય આયોજન કરાયું છે. ઉલ્લેખનીય છે કે, અભિષેક જૈનના ડિરેક્શનમાં બનેલી અને યશ સોની-દીક્ષા જોશી સ્ટારર ફિલ્મ 'મારણ' (જે 30 મે, 2025ના રોજ રિલીઝ થઈ હતી) સમાજમાં મહિલા શોષણની વાર્તા રજૂ કરે છે. આ ફિલ્મે અગાઉ 15મા શિકાગો સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ પણ જીત્યો છે.
વિજેતાઓની યાદી
બેસ્ટ હિન્દી ફિલ્મઃ શ્રીકાંત
બેસ્ટ ફીચર ફિલ્મઃ આર્ટિકલ 370
બેસ્ટ એક્ટરઃ કાર્તિક આર્યન (ચંદુ ચેમ્પિયન) અને મમૂટી (ભ્રમયુગમ)
બેસ્ટ એક્ટ્રેસઃ યામી ગૌતમ (આર્ટિકલ 370)
બેસ્ટ ડિરેક્ટરઃ રાજકુમાર પેરીયાસામી (અમરન)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ રોપાશ્રી વારકડી (મિથ્યા) અને સયાના નમીદાસ (મહારાજા)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ સંજય મિશ્રા (ભક્ષક)
મનોરંજનથી ભરપૂર બેસ્ટ ફિલ્મઃ કલ્કિ 2898 એડી
રાષ્ટ્રીય અને સામાજિક મૂલ્યોને પ્રોત્સાહન આપતી બેસ્ટ ફિલ્મઃ કેપ્ટન મિલર
બેસ્ટ બાળ કલાકારઃ ઋદ્ધિમાન બેનર્જી, તપોમય દેબ, ગીતાશ્રી ચક્રવર્તી, અરુણાદેવ પોથુલા અને અતિશ એસ. શેટ્ટી
બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ શેહનાદ જલાલ (ભ્રમયુગમ)
બેસ્ટ સ્ક્રીનપ્લેઃ સુકુમાર (પુષ્પા 2)
બેસ્ટ ડાયલોગ રાઇટરઃ વેંકી એટલુરી (લકી ભાસ્કર)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇનઃ કલ્કિ 2898 એડી
બેસ્ટ એક્શન ડિરેક્શનઃ અનલ અરસુ (મહારાજા)
બેસ્ટ મેક-અપ આર્ટિસ્ટઃ કમેટી કુરોલ્લૂ
બેસ્ટ કોસ્ચ્યુમ ડિઝાઇનઃ દીપાલી નૂર અને શીતલ શર્મા (પુષ્પા 2)
બેસ્ટ સંગીત (ગીત): શાશ્વત સચદેવ (આર્ટિકલ 370)
બેસ્ટ બેકગ્રાઉન્ડ મ્યુઝિકઃ જી.વી.પ્રકાશ (અમરન)
બેસ્ટ ગીતકારઃ મનોજ મુંતશિર (મેદાન)
બેસ્ટ મેલ પ્લેબેક સિંગરઃ અભય જોધપુરકર (ધરાત ગણપતિ)
બેસ્ટ ફીમેલ પ્લેબેક સિંગરઃ વૈકોમ વિજયલક્ષ્મી (એઆરએમ)
બેસ્ટ કોરિયોગ્રાફીઃ વિજય ગાંગુલી (સ્ત્રી 2)
બેસ્ટ સાઉન્ડ ડિઝાઇનઃ માનસ ચૌધરી (ભૂલ ભુલૈયા 3)
બેસ્ટ એડિટિંગઃઆર. કલાઈવન્નન (અમરન)
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર: કાલાવડમાંથી ભેળસેળીયું દૂધ ઝડપાયું, ૬ નમૂના નાપાસ
September 22, 2026 12:26 PMટેકસાસની ૯૦ ફૂટ ઉચી હનુમાન પ્રતિમા ફરી એકવાર વિવાદમાં
September 22, 2026 12:07 PMઓગસ્ટમાં નવા રોકાણકારોની નોંધણીમાં ગુજરાત સૌથી આગળ, 2.3 લાખ ઉમેરાયા
September 22, 2026 12:05 PMમહિલાઓ સિલિન્ડર નથી ઉઠાવી શકતી? નોકરીમાં લિંગ ભેદભાવથી સુપ્રીમ નારાજ
September 22, 2026 12:03 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
