સુપ્રીમ કોર્ટે લિંગ (જેન્ડર)ના આધારે નોકરીથી વંચિત રાખવામાં આવેલી હરિયાણાની સુમિત્રાને ૧૨ લાખ પિયા વળતર પેટે ચૂકવવાનો આદેશ ઇન્ડિયન ઓઇલ કોર્પેારેશનને આપ્યો છે. કોર્ટે આ મામલે ખૂબ જ કડક ટિપ્પણી કરતા જણાવ્યું હતું કે આ પ્રકારનો ભેદભાવ નારીત્વનું અપમાન અને તેની ગરિમાની વિદ્ધ છે. કોર્ટે આશ્ચર્ય વ્યકત કરતા મહત્વનો સવાલ ઉઠાવ્યો હતો કે શું મહિલાઓ એલપીજી સિલિન્ડર નથી ઉઠાવી શકતી? તેઓ ઘરમાં રોજ આવા અનેક ભારે કામ કરતી હોય છે.
આ મામલાની વિગતો અનુસાર, સુમિત્રાએ વર્ષ ૧૯૮૮માં એલપીજી બોટલિંગ પ્લાન્ટમાં રિફિલિંગ હેલ્પર પદ માટે ઇન્ટરવ્યુ આપ્યો હતો. જોકે, તે સમયે લિંગના આધાર પર તેમને આ પદ માટે યોગ્ય ન ગણીને નોકરી આપવામાં આવી ન હતી. હવે અરજદાર રિટાયરમેન્ટની ઉંમર સુધી પહોંચી ચૂકી હોવાથી કોર્ટે હાલ નોકરી આપવાને બદલે એકસાથે વળતર આપવાનો ફેસલો કર્યેા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદમાં રેલવે ટ્રેકથી વાંદરાઓને દૂર રાખવા થાંભલા પર એન્ટી ક્લાઈમ્બિંગ ડિવાઈસ લગાવાશે
September 22, 2026 01:20 PMદેવભૂમિ દ્વારકા: કલ્યાણપુર અને ખંભાળીયા પંથકમાંથી ૨૭ પત્તાપ્રેમીઓ ઝડપાયા
September 22, 2026 01:19 PMખંભાળિયાના જુવાનગઢ ગામે કૂવામાં ખાબકેલા શિયાળ સહિત સર્પનું રેસ્ક્યુ
September 22, 2026 01:03 PM1 ઓક્ટોબરથી FDના નિયમો બદલાશે, વ્યાજ પર શું અસર થશે? A-ટુ-Z વિગતો જાણો
September 22, 2026 12:53 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
