બેટ દ્રારકામાં આજે ફરીથી મેગા ડીમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેયના સીધા માર્ગદર્શન હેઠળ ૧૦૦૦થી વધુ પોલીસ કાફલો અને લગત વિભાગના અધિકારીઓ સહિતના જોડાયા હતા, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બાલાપર વિસ્તારમાં ડીમોલેશનની કાર્યવાહી કરવામાં આવતા લોકોના ટોળા એકત્ર થયા હતા, સરકારી જમીનો પર ગેરકાયદે દબાણો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.
ઓખા મંડળના બેટ દ્રારકામાં બાલાપર વિસ્તારમાં સંખ્યાબધં આસામીઓને અગાઉ નોટીસો આપવામાં આવી હતી જે અનુસંધાને આજે સવારથી ડીમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી, દ્રારકાના એસપી નિતેશ પાંડેયની આગેવાની હેઠળ ડીવાયએસપી સાગર રાઠોડ, ડીવાયએસપી હાદિર્ક પ્રજાપતી, એલસીબી, એસઓજી, મરીના પોલીસ, એસઆરપી, મહિલા પોલીસ સહિતનો આશરે ૧૦૦૦ જેટલા સુરક્ષા કર્મીઓના કાફલા સાથે અને પ્રાંત અધિકારી તેમજ નગરપાલીકાના સ્ટાફ સાથે ગેરકાયદે દબાણો દુર કરવા મેગા ડીમોલીશન હાથ ધરવામાં આવ્યુ હતું, બાલાપરમાં સવારે દાદાનું બુલડોઝર ફરી વળ્યુ હતું, મજબુત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી, ડીમોલીશનની કામગીરી વેળાએ સ્થળને પોલીસ દ્રારા કોર્ડન કરવામાં આવ્યુ હતુ, સજજડ વ્યવસ્થા વચ્ચે કામગીરી શરૂ થઇ હતી, બીજી બાજુ લોકોના ટોળા એકત્ર થયા હતા.
બેટ દ્રારકાના જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા ગેરકાયદે દબાણો અંગે તાજેતરમાં જ જીલ્લાભરમાં ૪૦૦થી વધુ જેટલા આસામીઓને નોટીસો ફટકારવામાં આવી હતી અને પોતાના દબાણો સ્વેચ્છીક રીતે હટરા જણાવાયુ હતું પોલીસ અને લગત વિભાગ દ્રારા આ અંગે એકશન લેવાની કાર્યવાહી માટે મીટીંગો યોજી હતી ઉપરોકત નોટીસોમાં બેટ દ્રારકામાં પણ ૫૦થી લોકોને નોટીસો આપવામાં આવી હતી જેના અનુસંધાને વેરીફેકશન માટે કાર્યવાહી કરવામાં આવી હતી અને સ્વૈચ્છીક દબાણો દુર કરવા પણ તાકીદ કરાઇ હતી અને એ પછી આજે સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ગેરકાયદે દબાણો દુર કરવા શરૂઆત બાલાપર વિસ્તારથી થઇ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે દેવભુમી દ્રારકા જીલ્લામાં આશરે દોઢ વર્ષ પુર્વે સરકારી જમીનો પર થયેલા અને ખાસ કરીને દરીયાઇ પટ્ટી પર થયેલા ગેરકાયદે દબાણો દુર કરવા માટે જરૂરી સર્વે કરી નોટીસો આપી એ પછી ઉચ્ચ અધિકારીઓની નીગરાણી હેઠળ બુલડોઝર ફેરવવા કાર્યવાહી કરવામાં આવી હતી અને અસંખ્ય ગેરકાયદે દબાણો ખુલ્લા કરવામાં આવ્યા હતા જે તે સમયે દાદાનું બુલડોઝર ફરી વળતા દબાણકારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
આજની ડીમોલીશનની કામગીરીમાં કોઇ અનીચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્રારા સંપુર્ણ સાવચેતી રાખીને મોટો પોલીસ કાફલો ગોઠવવામાં આવ્યો હતો તેમજ સીસીટીવી, ડ્રોન કેમેરાની મદદથી સમગ્ર કાર્યવાહી પર બાજ નજર રાખવામાં આવી રહી છે, આ દબાણ હટાવ ઝુંબેશમાં પોલીસ તંત્રની સાથો સાથ રેવન્યુ વિભાગ, સ્થાનીક નગરપાલીકાનો સ્ટાફ, પીજીવીસીએલની સ્ટાફ વિગેરે જોડાયો હતો અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બેટ દ્રારકા વિસ્તારમાં મેગા ડીમોલેશનની કામગીરીના ગપલે બેટ દ્રારકામાં આવતા યાત્રીકોના પ્રવેશ પર પ્રતિબધં મુકવામાં આવ્યો હતો જો કે મંદિર પરંપરા મુજબ ખુલ્લુ રહેશે તેમ જાણવા મળ્યું છે, ડીમોલીશનની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે તેમ સુત્રોમાથી જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application૩૮ ડીગ્રીના તાપમાન અને ૭૭ ટકા સાથેના ભેજથી લોકો અકળાયા
May 17, 2025 03:43 PMકોર્પોરેશનના આવાસ મેળવવા પડાપડી ૧૮૧ આવાસો માટે ૩૫૪૮ અરજી આવી
May 17, 2025 03:26 PMકુખ્યાત અજય પરસોંડાના ગેરકાયદે મકાન પર બુલડોઝર ફેરવી દેવાયું
May 17, 2025 03:24 PMટ્રકમાંથી બેટરીની ચોરી કરનાર ટોળકી ઝડપાઇ: ૬૬ હજારનો મુદામાલ કબજે
May 17, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech