દક્ષિણ-પશ્ચિમ ચોમાસું આજે સત્તાવાર રીતે કેરળના માર્ગે ભારતમાં પ્રવેશવા જઈ રહ્યું છે, જેના કારણે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, આ વખતે ચોમાસું દમામદાર એન્ટ્રી કરી રહ્યું છે, જેના પગલે કેરળ સહિતના દક્ષિણ અને પૂર્વોત્તર રાજ્યોમાં આગામી દિવસોમાં મુશળધાર વરસાદ વરસી શકે છે.
દેશભરના બદલાતા હવામાનની ક્યાંક કરા સાથે વરસાદ તો ક્યાંક ધૂળની ડમરીઓ
હવામાન વિભાગની આગાહી મુજબ માહિતી
ઉત્તર અને મધ્ય ભારતમાં પ્રી-મોન્સૂન પ્રવૃત્તિઓ વેગ પકડશે.સમયમાં જમ્મુ-કાશ્મીર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને તેજ પવન સાથે ઓલા (કરા) પડવાની સંભાવના છે. જ્યારે દિલ્હી, પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે જોરદાર પ્રચંડ
વાવાઝોડું ફૂંકાવાની ચેતવણી અપાઈ છે, જેની મહત્તમ ગતિ 70 કિમી પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
ચોમાસાના આગમનની સાથે જ દક્ષિણ અને પૂર્વોત્તર ભારતના રાજ્યો એલર્ટ પર છે. કેરળ, કર્ણાટક, અરૂણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાં ભારેથી અતિભારે વરસાદની આશંકા છે. આ ઉપરાંત, તમિલનાડુ, પુડુચેરી, આંધ્ર પ્રદેશ, તેલંગાણા, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં 4 થી 7 જૂન દરમિયાન સાર્વત્રિક ભારે વરસાદ થવાની સંભાવના છે. ઓડિશા અને ઝારખંડમાં પણ ચોમાસા પૂર્વેની હલચલ જોવા મળશે.ઉત્તર પ્રદેશના આ જિલ્લાઓમાં 'ઓરેન્જ એલર્ટ'યુપીના હવામાનમાં ભારે મોટો પલટો જોવા મળી રહ્યો છે. વેસ્ટર્ન યુપીના મેરઠ, નોઈડા, ગાઝિયાબાદ, બાગપત, સહારનપુર અને મુઝફ્ફરનગર જેવા જિલ્લાઓ માટે હવામાન વિભાગે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કર્યું છે. આ વિસ્તારોમાં 50 થી 60 કિમીની ઝડપે ધૂળની ડમરીઓ ઉડવાની અને વાવાઝોડું આવવાની શક્યતા છે. જ્યારે લખનઉ, કાનપુર સહિત આસપાસના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને હળવા વરસાદી ઝાપટાં પડવાથી લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળશે