કેવડાવાડી 17 માં શ્રી હેરિટેજ એપાર્ટમેન્ટ ફ્લેટ નંબર 108 ત્રીજા માળે રહેતા દેવાંગીબેન સાગરભાઇ સોની (ઉ.વ 28) નામના પરિણીતાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ અહીં પતિ સાસુ- સસરા અને પુત્ર સાથે રહે છે. તેમના પતિ સાગરભાઇને સોની બજારમાં સાગર એન્ટરપ્રાઇઝ નામની દુકાન આવેલી છે. પતિ ગઈ તા. 7/6/2025 થી કામ અર્થે બહાર ગામ ગયા હતા.
તા. 10/6 ના સવારના દસેક વાગ્યે સાસરા દવા લેવા માટે બહાર ગયા હતા સવારના 11:30 વાગ્યા આસપાસ પરિણીતા પુત્ર પ્રાંશુ જે પતંજલિ સ્કૂલ દેવીપરામાં આવેલી હોય ત્યાં તેડવા જવાનું હોય જેથી ઘરને તાળું મારી પુત્રને તેડવા માટે ગયા હતા અને આશરે બપોરે 12:00 વાગ્યે ઘરે આવતા દરવાજામાં મારેલું તાળું જોવા મળ્યું ન હતું. ઘરમાં જઈ જોતા સામાન વેર વિખેર પડ્યો હતો. બાદમાં ઘરમાં તપાસ કરતા કુલ રૂપિયા 1,51,800 ના દાગીના અને રોકડ રૂપિયા 45,000 મળી કુલ રૂપિયા 1,96,800 ચોરી થઈ ગઈ હોવાનું માલુમ પડ્યું હતું.
ચોરીના આ બનાવવાને લઇ ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલીયા, એમ.એલ. ડામોર, સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એસ.વી.ચુડાસમા તથા તેમની ટીમે તપાસ હાથ ધરી હતી. આરોપી મહારાષ્ટ્રના ભીવંડીમાં હોવાની માહિતી મળતા પીએસઆઇ ચુડાસમા તથા એએસઆઇ વિજયભાઈ સોઢા, કોન્સ્ટેબલ પોપટભાઈ અને અરવિંદકુમાર ફતેપરાની ટીમે પહોંચી આરોપી સફી અબ્દુલભાઈ શેખ (ઉ.વ 48 રહે ધુંઘટનગર, કાપતળાવ, ભિવંડી, મુંબઈ, મૂળ વતન પુણે) ને ઝડપી લીધો હતો. પોલીસે આરોપી પાસેથી દાગીના અને રોકડ રૂપિયા 2000 સહિત કુલ રૂ. 1,68, 800 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ શખસ ડીસમીસ સાથે રાખી અલગ અલગ શહેરમાં જઈ ચોરીની ઘટનાને અંજામ આપતો હોવાનું માલુમ પડ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationગુજરાતમાં મેઘતાંડવ: સૌરાષ્ટ્રમાં જળબંબાકાર, 10 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદમાં પણ ધોધમાર
June 16, 2025 09:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech