16 દિવસે પણ પાણી વિતરણ ન થતાં લોકોને ભારે મુશ્કેલી: સફાઈ બાબતે પણ નબળી કામગીરીથી પ્રજા પરેશાન
વભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામમાં હાલ પાણીની વિતરણ વ્યવસ્થા કથળી છે. પહેલા 12 થી 14 દિવસે પાણી વિતરણ કરવામાં આવતું જે હાલ 15 થી 16 દિવસે થતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. હાલ પવિત્ર રમઝાન માસ ચાલુ છે તેમજ ગરમીનું પ્રમાણ વધતાં પાણીનો ઉપયોગ પણ વધ્યો હોઈ આં 16 દિવસે પાણી વિતરણ થતાં લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. તેમજ સફાઈ બાબતે પણ નગર પાલિકા નબળી પુરવાર થઈ રહી છે. ઠેર ઠેર ગટરોના પાણી છલકાઈ રહ્યા છે.અને કચરાના પણ ઢગલા પડ્યા રહે છે.
રમઝાન માસમાં નમાઝ અદા કરવા જતાં મુસ્લિમ ભાઈ બહેનોને રસ્તામાં ગટર છલકાઈ હોઈ મસ્જિદ એ જવામાં ભારે તકલીફ પાડી રહી છે. આગામી દિવસોમાં મોટા રોઝા તેમજ ઇદ આવી રહી છે. સફાઈ બાબતે પણ નગરપાલિકાએ જાગી અને સખત કામગીરી કરવાની જરૂર છે. પાણી વિતરણ વ્યવસ્થા પણ 10 થી 12 દિવસે થાય તેવી વ્યવસ્થા કરવા લોકોની માંગણી છે. સલાયા વોર્ડ નંબર એક માં હાઇસ્કુલ ની પાછળ ના વિસ્તારમાં 16 દિવસ થયા પાણીનું વિતરણ થયું નથી. જેથી આં વિસ્તારમાં ભારે પરેશાની ઊભી થઈ છે.તેમજ સ્ટેશન રોડ વિસ્તારમાં રોડ ઉપર પાણીની લાઈન લીકેજ થઈ હોઈ જે ઘણા દિવસોથી લતા વાસીઓ એ ફરિયાદ કર્યા હોવા છતાં તંત્ર દ્વારા રિપેર કરાઈ નથી.જ્યાં હજારો લીટર મીઠું પાણી વેડફાઇ રહ્યું છે. તો આ તમામ બાબતે નગરપાલિકા જાગે અને લોકોની માંગણી ને સંતોષે એવું લોકો ઈચ્છી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપોરબંદર જિલ્લા ભાજપ સંગઠનના પ્રભારીની અધ્યક્ષતામાં યોજાઇ બેઠક
May 14, 2025 02:40 PMનડિયાદ ખાતે સેલેબ્રલ પાલ્સી ખેલાડીઓ માટે યોજાયો સ્પેશિયલ ખેલ મહાકુંભ
May 14, 2025 02:39 PMપોરબંદર જિલ્લામાં ટ્રાફિક નિયમનો ભંગ કરનારા ૧૩ શખ્શો ઝડપાયા
May 14, 2025 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech