ધોરાજી : શ્રાવણ માસના પવિત્ર પર્વ નિમિત્તે ધોરાજીના અતિ પૌરાણિક અને ધોરાજીનું સૌપ્રથમ શિવલિંગ તરીકે ઓળખાતા જાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે. શ્રાવણ માસ દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં દર્શન, પૂજા, આરતી, અર્ચના તથા અભિષેક માટે ઉમટી રહ્યા છે.શ્રી જાળેશ્વર મહાદેવ મંદિર સાથે જોડાયેલી લોકવાયકા મુજબ ધોરાજી તાલુકાના ભાદા જાળિયા ગામના એક કૂવામાંથી આ પવિત્ર શિવલિંગ મળી આવ્યું હતું. વેગળ પરિવાર દ્વારા આ શિવલિંગ પ્રત્યે વિશેષ શ્રદ્ધા રાખવામાં આવે છે. પરિવારના વડીલો દ્વારા શિવલિંગને ધોરાજીમાં સ્થાપિત કરવાની ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી. તે સમયે શિવલિંગ લઈ જવાની પરવાનગી મળ્યા બાદજાળેશ્વર મહાદેવ ભગવાન મહાદેવને પ્રાર્થના કરી શિવલિંગને ત્યાંથી ઉપાડી ધોરાજી લાવવામાં આવ્યું અને ધોરાજીના મેઇન બજાર વિસ્તારમાંજાળેશ્વર મહાદેવ મહાદેવની સ્થાપના કરવામાં આવી હોવાનું જણાવાય છે.આશરે બે ફૂટ જેટલું આ શિવલિંગ અત્યંત પવિત્ર અને પ્રાચીન માનવામાં આવે છે. મંદિર પરિસરમાં ગોમુખ, માતાજી તેમજ ભૈરવદાદાનું પણ સ્થાપન કરવામાં આવ્યું છે. જેના કારણે આ મંદિર સમગ્ર હિન્દુ સમાજની આસ્થાનું મહત્વપૂર્ણ કેન્દ્ર બન્યું છે.શ્રાવણ માસ દરમિયાન મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. તેરસના દિવસે વિશેષ રુદ્રાભિષેક યોજાય છે, જ્યારે અન્ય દિવસોમાં પણ નિયમિત રીતે પૂજા-અર્ચના અને આરતી કરવામાં આવે છે. શ્રાવણ માસ નિમિત્તે પૂજારી દીપકભાઈ દ્વારા અખંડ દીવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.જાળેશ્વર મહાદેવ મંદિરે ભક્તો કોઈપણ જાતના ભેદભાવ વિના શ્રદ્ધાપૂર્વક સેવા, પૂજા અને અર્ચના કરી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. સમગ્ર મંદિર પરિસર ‘હર હર મહાદેવ’ અને ‘ૐ નમઃ શિવાય’ના જયઘોષથી ગુંજી ઉઠે છે અને શ્રાવણ માસ દરમિયાન ધોરાજીમાં શિવમય ધાર્મિક વાતાવરણ જોવા મળી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર હાપા યાર્ડમાં સિઝનની નવી મગફળીની બોણી, 20 કિલોના રૂ. 1,825 ભાવ નોંધાયો
August 25, 2026 11:45 AMતહેવારોની સીઝનમાં મોંઘવારીનો 'ડબલ ડોઝ': કિસમિસ 80%, બદામ 20% અને એલચીમાં 30%નો ભાવ વધારો
August 25, 2026 11:11 AMઆશીકીનો ખુમાર: ગર્લફ્રેન્ડે પ્રેમીની કાર પર સાડા ત્રણ કલાકમાં ૩,૪૦૦ ચુંબન કર્યાં
August 25, 2026 11:01 AMદુષ્કર્મના દોષિત રામ રહીમને ફરી 21 દિવસની ફરલો, 2020 બાદ 17મી વખત જેલમાંથી બહાર]
August 25, 2026 10:58 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
