સૌરાષ્ટ્ર્ર – કચ્છના સાત જિલ્લામાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ

  • May 07, 2025 03:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



તારીખ ૪ થી ગુજરાતમાં માવઠાનો વરસાદ શ થયો છે અને છેલ્લા ૨૪ કલાકમાં વધુ ૧૬૦ તાલુકામાં સામાન્ય ઝાપટાથી સાત ઈચ સુધીનો વરસાદ થયો છે, વરસાદ કરતાં તોફાની પવન વધુ નુકસાની કરે છે. મંગળવાર સુધીમાં રાયમાં તોફાની પવનના કારણે વૃક્ષો પડી જવાની, દીવાલો ધસી પડવાની, હોડિગ પડવાની અને વીજળી પડવા જેવી ઘટનાઓના કારણે ૧૪ વ્યકિતઓના મૃત્યુ થયા હતા. છેલા ૨૪ કલાકમાં વધુ પાંચના મૃત્યુ થયા છે અને તેના કારણે કુલ મૃત્યુ આકં ૧૯ થયો છે.
કરા સાથેના માવઠાના કારણે ઉનાળુ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે, કેરીનો પાક પણ તૈયાર થઈને બજારમાં આવી રહ્યો છે બરાબર તેવા સમયે જ માવઠું થતાં અને તોફાની ભવન ફુકાતા કેરીના પાકને પણ વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે સૌરાષ્ટ્ર્ર કચ્છમાં રાજકોટ અમરેલી ભાવનગર મોરબી બોટાદ અને કચ્છ જિલ્લામાં યારે ગુજરાતમાં નર્મદા ભચ સુરત જિલ્લામાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આજે સવારથી જ વધુ ૬૦ તાલુકામાં વરસાદ શ થયો છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ માટે પ્રતિ કલાકના સરેરાશ ૬૦ થી ૭૦ કિલોમીટર ની ઝડપે પવન ફંકાશે. નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં આવતી કાલથી ગરમીના પ્રમાણમાં ત્રણથી પાંચ ડિગ્રી જેટલો વધારો થશે પરંતુ ગુજરાતમાં હજુ ચાર દિવસ સુધી ગરમી વધે તેવી શકયતા નથી. ગુજરાતમાં અત્યારે મહત્તમ તાપમાન ૩૪ થી ૩૫ ડિગ્રી વચ્ચે છે અને તેમાં પણ હજુ ત્રણથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની શકયતા છે. ચાર દિવસ પછી ગુજરાતમાં મહત્તમ તાપમાન વધશે તેવું લાગે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application