ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદી તણાવ યથાવત્ છે. પાકિસ્તાન દ્વારા સતત હુમલાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જો કે ભારતીય સુરક્ષા દળોએ આ પ્રયાસોને સફળતાપૂર્વક નિષ્ફળ બનાવ્યા છે. શુક્રવારે સાંજ પડતાની સાથે જ પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરના ઉરી, તંગધાર, કેરન, મેંધાર, નૌગામ અને પૂંછ સહિતના છ સેક્ટરમાં ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. આ ઉપરાંત, પંજાબના ફિરોઝપુરમાં પણ મિસાઇલ હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને ભારતીય દળોએ નિષ્ફળ બનાવ્યો હતો.
સુરક્ષા એજન્સીઓએ રાજસ્થાનના પોખરણ, જમ્મુ, સાંબા અને પઠાણકોટમાં ડ્રોન દ્વારા કરવામાં આવેલા હુમલાના પ્રયાસોને પણ નિષ્ફળ બનાવ્યા છે. આ સતત હુમલાના પ્રયાસોને પગલે સરહદી વિસ્તારોમાં તણાવની સ્થિતિ વધુ વણસી રહી છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બેક ટુ બેક હાઇલેવલ બેઠકોનો દોર શરૂ કર્યો છે. તેઓ સતત સુરક્ષા અધિકારીઓ અને મંત્રીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરી રહ્યા છે અને જરૂરી પગલાં લેવા માટે સૂચનાઓ આપી રહ્યા છે.
દરમિયાન સંભવિત હવાઈ હુમલાની ચેતવણીને પગલે ચંદીગઢ અને અંબાલામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચંદીગઢમાં ભારતીય સેનાનું પશ્ચિમી કમાન્ડ અને રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની ઓફિસ આવેલી છે, જ્યારે અંબાલામાં ભારતીય વાયુસેનાનું મહત્વનું એરફોર્સ સ્ટેશન આવેલું છે. આ સંવેદનશીલ સ્થળોની સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આવી સ્થિતિમાં દેશમાં પેટ્રોલ, ડીઝલ અને અનાજના પુરવઠા અંગે લોકોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. જો કે, સરકારી તેલ કંપનીઓ IOC, BPCL અને HPCLએ અલગ-અલગ નિવેદનો જાહેર કરીને સ્પષ્ટતા કરી છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને ગભરાટમાં ખરીદી કરવાની કોઈ જરૂર નથી. આ ઉપરાંત, કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે પણ જણાવ્યું છે કે દેશમાં અનાજનો પર્યાપ્ત ભંડાર છે, તેથી લોકોએ ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ભારતીય સુરક્ષા દળો સરહદ પર ચાંપતી નજર રાખી રહ્યા છે અને પાકિસ્તાનના કોઈપણ દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકાર દેશની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS
May 10, 2025 08:03 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech