અમેરિકાના લુઇઝિયાના રાજ્યમાં એક કન્વિનિયન્સ સ્ટોરમાં થયેલી અચાનક ગોળીબારની ઘટનાએ ૩૦ વર્ષીય ગુજરાતી મહિલાનું જીવન બદલી નાખ્યું છે. પીડિત, જીગીયા ઉર્ફે સોનિયા ગજેરા, હાલ જીવતદાન માટે સંઘર્ષ કરી રહી છે. ગોળી તેના મોઢામાંથી પસાર વઈને જડબાને ભારે નુકસાન પહોંચાડ્યું છે. આ કેસમાં તેના પતિ શરદ ગજેરાની ઘરપકડ કરવામાં આવી છે.આ ઘટના ૪ એપ્રિલના રોજ બોસિયર સિટીમાં આવેલા મેઝો ગ્રોસરી એન્ડ ડેલી સ્ટોરમાં બની હતી. પોલીસના જણાવ્યા મુજબ, ગોળી ત્યારે છૂટી જ્યારે ગન સોનિયાના પતિના હાથમાં હતી. ગોળી ખૂબ નજીકથી વાગતા તેના ચહેરાને ગંભીર ઈજા પહોંચી ૨૧ એપ્રિલે શરદ ગજેરાએ આત્મસમર્પણ કર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેના સામે હવિયારના ગેરકાયદે ઉપયોગનો આરોપ મૂકાયો છે. તપાસ મુજબ, દંપતિ સ્ટીરના માલિક સાથે દુકાન ખરીદવાની વાતચીત કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. પોલીસએ આ ગોળીબારને આકસ્મિક ગણાવ્યો છે, પરંતુ સાક્ષીઓએ આ દાવા પર સવાલ ઉઠાવ્યા છે. તેઓએ કહ્યું કે જાહેર સ્થળે લોડેડ ગન લઈને આવવું પોતે જ જોખમી છે.હાલ સોનિયા બોસિયર સિટીની હોસ્પિટલમાં ગંભીર હાલતમાં દાખલ છે. ડોકટરો કહે છે કે તેની ઈજાઓ જીવનભર અસરકારક રહી શકે છે. તે હાલમાં સામાન્ય રીતે ખાઈ શકતી નથી અને તેને શ્વાસ માટે સહાય અને કૃત્રિમ પોષણની જરૂર છે. તેના દાંત, જડબા અને હોઠને ભારે નુકસાન થયું છે.ડોકટરોના જણાવ્યા મુજબ, તેની સારવાર લાંબી અને જટિલ રહેશે. તેને જડબા અને ચહેરાની પુનઃરચના માટે અનેક સર્જરી કરાવવી પડશે તેમજ ડેન્ટલ ઇમ્પ્લાન્ટ્સની પણ જરૂર પડશે
સંપૂર્ણ સાજા થવાની શક્યતા અંગે હજુ અનિશ્ચિતતા છે. આ મુશ્કેલ સમયમાં, સમુદાયના લોકો તેની મદદ માટે આગળ આવ્યા છે અને ક્રાઉડફંડિંગ અભિયાન શરૂ કર્યું છે. સારવાર માટે આશરે ૨ લાખ ડોલર (લગભગ ૧.૯ કરોડ રૂપિયા) એકત્ર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ૨૪ એપ્રિલ સુધીમાં માત્ર ૯,૧૩૫ ડોલર (લગભગ ૮.૬ લાખ રૂપિયા) જ એકત્ર થયા છે.સોનિયા તાજેતરમાં સારું ભવિષ્ય બનાવવા માટે અમેરિકા ગઈ હતી. તે કોસ્મેટોલોજિસ્ટ બનવાની ઈચ્છા રાખતી હતી અને પાર્ટ-ટાઈમ કામ કરતી હતી. તેના જીવનમાં અગાઉ પણ અનેક પડકારો રહ્યા છે, જેમાં તેના નાના ભાઈનું અવસાન અને પિતાની બીમારી દરમિયાન તેની સંભાળ લેવી સામેલ છે. આજે એક મજબૂત સ્તંભ ગણાતી સોનિયા પોતે જ ગંભીર સંકટનો સામનો કરી રહી છે અને પોતાના દેશવી દૂર મુશ્કેલ લડત લડી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application