દ્વારકાના ધીણકી ગામમાં દેશી દારુની ભઠ્ઠી પર પોલીસ ત્રાટકી

  • June 12, 2025 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશી દારુ ૮પ લીટર તેમજ ૬૦૦ કિલો આથો સહિત ૩૬પ૦૦ નો મુદ્દામાલ કબ્જે: બે ની અટક

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એસપી નીતેશ પાંડ્ેય તથા ડીવાયએસપી સાગર રાઠોડની સૂચના મુજબ ગેરકાયદેસર ચાલતી દારુની તથા જુગારની પ્રવૃતિઓ અટકાવવા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું, જે દરમ્યાન ધીણકી ગામમાં ગેરકાયદે ચાલતી દેશી દારુની ભઠ્ઠી પર રેઇડ કરી રાુ. ૩૬,પ૦૦ ના મુદ્દામાલ સાથે બે આરોપીઓની ધરપકડ કરેલ છે.

દ્વારકા જિલ્લાના પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય તેમજ ડીવાયએસપી સાગર રાઠોડની સૂચનાથી દારુ-જુગારની ગેરકાયદે ચાલતી પ્રવૃતિ માટે સુચના મળેલ હોય જેથી દ્વારકા પીઆઇ એ.એલ.બારસીયાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઇ ડી.એ. વાળા સાથે સર્વેલન્સ સ્ટાફના માણસો ચેકીંગમાં હોય તે દરમ્યાન એએસઆઇ રાણાભાઇ રણમલભાઇ વાઘેલા તથા પો. હેડ કોન્સ. કુલદીપસિંહ વનરાજસિંહ જાડેજા તથા ઇન્દ્રસિંહ જીલુભા જાડેજાને મળેલ સંયુક્ત બાતમીને આધારે ધીણકી ગામની વાડી વિસ્તારમાં આરોગ્યના કબ્જા ભોગવટાના ખેતરમાંથી દેશી દારુની ભઠ્ઠી ચાલુ ભઠ્ઠીએ દેશી દારુ ૮પ લીટર, કિંમત રાુ. ૧૭૦૦૦ તેમજ દેશી દારુ બનાવવાનો બગડેલ આથો ૧૦૦ લીટર કિંમત રાુ. રપ૦૦ તથા કાચો આથો પ૦૦ લીટર કિંમત રાુ. ૧રપ૦૦ તથા ત્રાંબાની નળી, કિંમત રાુ. ૧૦૦૦ તથા ગેસનો ચુલો કિંમત રાુ. ૧૦૦૦ તેમજ ગેસનો બાટલો કિંમત રાુ. રપ૦૦ ગણી એમ કુલ રાુ. ૩૬, પ૦૦ નો મુદ્દામાલ પકડી પાડી તેના વિરુઘ્ધ પોલીસ હેડ કોન્સ. કુલદિપસિંહ વનરાજસિંહ જાડેજાએ ફરિયાદ આપેલ છે. જે આગળની તપાસ દ્વારકા પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવે છે.

ધીણકી ગામમાં દેશી દારુની ભઠ્ઠી પર રેઇડ દરમ્યાન ૩૬,પ૦૦ નો મુદ્દામાલ કબ્જે કરેલ છે, તેમજ બે આરોપીની અટક કરેલ છે. જે મનીષભા જગદીશસિંહ સુમણીયા (ઉ.વ. રપ, રહે. ધીણકી) તેમજ માંડણભા બબાભા માણેક (ઉ.વ. ૧૯) રહે. ધીણકી ને પકડી પાડી આગળની કાર્યવાહી દ્વારકા પોલીસને સોંપવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application