રાજકોટના માધાપર વિસ્તારમાં આવેલી RB ફૂડ પ્રોડક્ટ્સ કંપની દ્વારા બનાવવામાં આવતા સોસના નમૂના ફેલ થવાનો એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેને લઈને ખાદ્યપદાર્થોના વેપારમાં મોટો ખળભળાટ મચી ગયો છે. સામાન્ય નાગરિકો જેને શુદ્ધ ટોમેટો સોસ સમજીને ખાતા હતા, તેને લઈને ફૂડ વિભાગની તપાસમાં અત્યંત ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. આ ઘટનાને પગલે લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી રહેલા વેપારીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.
રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા RB ફૂડ પ્રોડક્ટ્સમાંથી સોસના સેમ્પલ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. આ તપાસ બાદ સામે આવ્યું છે કે કંપની દ્વારા 'ટોમેટો સોસ' અને 'ફ્રૂટ સોસ'ના નામે વેચવામાં આવતો સોસ ખરેખર ટામેટાંમાંથી નહીં, પરંતુ પપૈયાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતો હતો. એટલું જ નહીં, આ સોસને આકર્ષક અને લાલચોળ બતાવવા માટે તેમાં સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક એવા પ્રતિબંધિત કલર કેમિકલનો છૂટથી ઉપયોગ કરવામાં આવતો હતો.
તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી વિગત સામે આવી છે કે આ RB ફૂડ પ્રોડક્ટ્સ છેલ્લા આઠ વર્ષથી આ રીતે નકલી અને ગુણવત્તા વગરનો સોસ બનાવીને બજારમાં વેચતી હતી. આટલા લાંબા સમયથી લોકોના આરોગ્ય સાથે રમત રમાઈ રહી હોવા છતાં આ કૌભાંડ અત્યાર સુધી ધમધમી રહ્યું હતું. આ નકલી સોસ અત્યંત સસ્તા દરે એટલે કે માત્ર રૂ.250માં 5 કિલોગ્રામના હિસાબે બજારમાં વેચવામાં આવતો હતો. સસ્તા ભાવના કારણે અનેક ખાણી-પીણીની લારીઓ અને રેસ્ટોરન્ટ્સમાં આ સોસનો મોટા પાયે ઉપયોગ થતો હોવાની શક્યતા દર્શાવાઈ રહી છે.
ફૂડ વિભાગની તપાસમાં સોસના નમૂના ફેલ સાબિત થતાં જ તંત્ર દ્વારા RB ફૂડ પ્રોડક્ટ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભે ભે ભેળસેળયુક્ત અને જાનલેવા કેમિકલયુક્ત સોસનું વેચાણ બંધ કરાવીને આગળની કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. શુદ્ધ આહારના નામે ઝેર પીરસતા આવા તત્વો સામે દાખલારૂપ પગલાં લેવામાં આવે તેવી માંગ સ્થાનિક લોકોમાં ઉઠી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરાજકોટ સિવિલમાં ખાનગી એબ્લ્યુન્સના ચાલકો બાખડ્યા, દર્દીના ભાડા બાબતે મારામારી કરી
October 24, 2026 03:33 PMરાજકોટમાં 5 દિવસમાં 200 સ્થળે 1.52 કરોડની વીજચોરી ઝડપાઈ, પીજીવીસીએલની 114 ટીમો ત્રાટકી હતી
October 24, 2026 03:25 PMભરબપોરે તાલાલાની ધરતી ધણધણી ઉઠી, માત્ર 12 મિનિટમાં ભૂકંપના ત્રણ આંચકા; લોકો ઘરની બહાર દોડી આવ્યા
October 24, 2026 03:07 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
