રાજકોટ શહેરના આંબેડકરનગરમાં ડિગ્રી વગર ૨૮ વર્ષથી મીની હોસ્પિટલ ચલાવનાર બોગસ તબીબને એસઓજીની ટીમે ઝડપી લીધો હતો. પોલીસે દરોડા દરમિયાન ૯૪ હજારથી વધુની દવા સહિતના મેડિકલ સાધનો કબ્જે કર્યા હતાં.
બોગસ તબીબોને ઝડપી લેવા માટે ચાલતી રાજયવ્યાપી ઝુંબેશ દરમિયાન શહેર એસઓજી પીઆઈ એન.બી.ચૌધરીની રાહબરીમાં પીએસઆઇ એમ.વી.જાડેજા ટીમ સાથે પેટ્રોલીંગમાં હતી. દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરદેવસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ ઝાલા, યોગરાજસીંહ ગોહીલ અને કોન્સ્ટેબલ અનોપસિંહ ઝાલાને વાજસુર ઉર્ફે વિજય આપા સુરૂ નામનો શખસ આંબેડકરનગર શેરી નં.૧ ખાતે જનરલ પોલી ક્લિનિક નામે હોમયોપેથીની ડિગ્રી સર્ટી ધરાવી હોસ્પિટલ ચલાવતો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો.
એસઓજીની ટીમે અહીં એક મકાનમાં ઉભું કરેલ ક્લિનિકમાં આવેલ ડોકટરની ઓફિસમાં બેઠેલા શખસની પુછતાછ પોતાનુ નામ વાજસુર ઉર્ફે વિજય આપા સુરૂ (ઉ.વ ૬૫, રહે. ગીતાજંલી સોસાયટી શેરી નં.૫, ક્રુષ્ણનગર મેઇન રોડ, રાજકોટ મુળ રહે. બીલડી ગામ, ગોંડલ) હોવાનુ જણાવેલ હતું.
તે કેબીનમાં ટેબલ ઉપર ગોળીઓના અલગ ડબ્બાઓ પડેલ તેમજ સોફા ઉપર તથા તેના ખાનામાં જુદી જુદી દવાઓ તથા મેડીકલ સારવારના સાધનો વિગેરે ગોઠવેલ પડેલ જોવામા આવેલ જેથી તે શખ્સ પાસે મેડીકલ પ્રેકટીશ કરવા અંગે ડીગ્રી સર્ટીફીકેટ માંગતા તેણે જણાવેલ કે, મારી પાસે હોમયોપેથીક ડિગ્રી સર્ટી છે. જેથી સાથેના મેડીકલ ઓફીસરએ કેબીનમાં પડેલ દવાઓ ચેક કરતાં દવાઓ એલોપેથીક હોવાનુ જણાવેલ હતું.
આ શખસને એલોપેથીક દવાઓ બાબતે પુછતા તેણે જણાવેલ કે, તેમની પાસે હોમયોપેથીક ડિગ્રી સર્ટી છે તેમ છતા તે એલોપેથીક દવાઓ દર્દીઓને આપતો હોવાની કબૂલાત આપી હતી. તેમજ અભ્યાસ બાબતે પૂછતા ધો.૧૨ બાદ ડિપ્લોમાં હોમીયોપેથીનો કોર્ષ કરેલ હોવાનુ જણાવેલ હતું.
પોલીસે ક્લિનિકમાંથી એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન, નિડલ સહિતનો રૂ.૯૪૨૫૮ નો મેડિકલ લગતનો મુદામાલ કબ્જે કરી પકડાયેલ શખ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
ડિગ્રી વગર લોકોના ઇલાજ કરનાર આ શખ્સ છેલ્લા ૨૮ વર્ષથી હોમોયીપેથીક ડિગ્રીના આધારે એલોપેથીક દવાઓ અને સારવાર આપી મીની હોસ્પિટલ ઉભી કરી નાંખી હતી. જ્યાં નર્સિંગ સહિતનો સ્ટાફ પણ રાખતો હોવાનું ખુલ્યું હતું. હાલ આગળની તપાસ માલવીયાનગર પોલીસે શરૂ કરી છે.
કોર્પોરેશનના આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી
આંબેડકરનગરમાં પોલીસે દરોડો પાડી છેલ્લા 28 વર્ષથી હોમિયોપેથિક ડિગ્રીના આધારે મીની હોસ્પિટલ ચલાવનાર બોગસ તબીબને ઝડપી લીધો હતો. 28 વર્ષથી દવાખાનું ચલાવી ગેરકાયદેસર સારવાર આપતો શખસ આરોગ્યશાખાના કેમ ધ્યાને ન આવ્યો? જેથી કોર્પોરેશનના આરોગ્યતંત્રની ઘોર બેદરકારી સામે આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદની જેમ રાજકોટમાં પણ દિવાળી કાર્નિવલ રદ કરવા વિચારણા, મંગળવારે સત્તાવાર જાહેરાત થવાની શક્યતા
October 24, 2026 04:34 PMભારતે રોમાંચક મેચમાં ન્યુઝીલેન્ડને 4 વિકેટથી હરાવ્યું, તિલક વર્મા-નીતિશ રેડ્ડીએ બાજી પલટાવી
October 24, 2026 04:29 PMઅભિષેક શર્માએ 27 રન બનાવીને પણ ઈતિહાસ રચ્યો, ટી-20માં પહેલીવાર બન્યો આ મહારેકોર્ડ
October 24, 2026 04:04 PMરાજકોટમાં ઓછા વરસાદને પગલે પશુપાલકો માટે રાહત પેકેજ જાહેર કરો: માલધારી સમાજમાં માગ ઉઠી
October 24, 2026 03:54 PMરાજકોટમાં 13 વર્ષીય તરુણીનો ગળાફાંસો ખાઈ આપઘાત, ઘરથી નજીક રહેતા દાદીના ઘરે જઈ પગલું ભર્યુ
October 24, 2026 03:49 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
