રાણાવાવ પોલીસે બરડા ડુંગરમાં દા‚ની ભઠ્ઠીનો કર્યો નાશ

  • June 17, 2025 02:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદર નજીકના બરડા ડુંગરમાં ત્રાટકીને રાણાવાવ પોલીસે દા‚ની ભઠ્ઠીનો નાશ કર્યો હતો અને ૧૦૦૦ લીટર આથા સહિત ભઠ્ઠીના સાધનો મળી ૨૮,૬૫૦નો મુદ્ામાલ હાથ લાગ્યો હતો. બુટલેગર હાજર મળી આવ્યો ન હતો.
રાણાવાવ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એવી બાતમી મળી હતી કે બરડા ડુંગરમાં થોરીયાનેશથી પૂર્વે અડધો કિ.મી. દૂર ડુંગરની ટેકરી ઉપર દા‚ની ભઠ્ઠી ધમધમી રહી છે તેથી પોલીસે તાત્કાલિક ત્યાં દરોડો પાડતા દા‚નો ધંધાર્થી વીજફાડીયા નેશનો ચના હાદા કટારા હાજર મળી આવ્યો ન હતો. પરંતુ પોલીસે ૧૦૦૦ લીટર આથો, બેરલ સહિત ભઠ્ઠીના સાધનો મળી ૨૮,૬૫૦નો મુદ્ામાલ હાથ કર્યો હતો. દા‚નો દરોડો ડુંગરાળ વિસ્તારમાં પાડવામાં આવ્યો હોવાથી મુદ્ામાલ હેરફેર કરી શકાય તેમ નહી હોવાથી સ્થળ ઉપર જ આથાને ઢોળીને મુદ્ામાલનો તોડીફોડીને નાશ કરવામાં આવ્યો હતો અને બુટલેગર ચના હાદા કટારાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. 
આ કામગીરીમાં રાણાવાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર એન.એન. તળાવીયા, પોલીસ સબ ઇન્સ્પેકટર આર.વી.મોરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ બી.જે.દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ સંજય વાલાભાઇ, સરમણ દેવાયતભાઇ, જયમલ સામતભાઇ, ભરત કાનાભાઇ, કૃણાલસિંહ પ્રવિણસિંહ દ્વારા કરવામાં આવેલ હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News