3 વર્ષ સુધી યૌન શોષણ કરી, 4 વખત ગર્ભપાત કરાવી ત્યકતાને તરછોડી દીધી

  • May 10, 2025 10:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
મૂળ પોરબંદર પંથકની વતની અને હાલ રાજકોટમાં રહેતી મહિલાને જેતપુરના સરધારપુર ગામના શખસે લગ્નની લાલચ આપી તેની સાથે મૈત્રી કરાર કરી અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો. આ દરમિયાન ચાર વખત ગર્ભપાત પણ કરાવી નાખ્યો હતો. ત્રણ વર્ષ સુધી મહિલાનું યૌન શોષણ કર્યા બાદ આ શખસે લગ્ન કરવાનો ઇનકાર કરી દઇ તરછોડી દેતા મહિલા દ્વારા આ મામલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે આરોપી સામે દુષ્કર્મ છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.


બનાવવાની જાણવા મળતી વિગતો મુજબ, મૂળ પોરબંદર પંથકની વતની અને હાલ રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર પંચાયત ચોક નજીકના વિસ્તારમાં રહેતી મહિલાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે જેતપુરના સરદારપુર ગામના વતની અને હાલ જેતપુરમાં સરદાર ચોક પાસે રહેતા તૃષાંગ પરસોત્તમભાઈ ડોબરીયાનું નામ આપ્યું છે.


મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના અગાઉ લગ્ન થયા હતા જેના થકી સંતાનમાં એક બાળકી છે. છૂટાછેડા થઈ ગયા બાદ માતા-પુત્રી સાથે રહે છે ત્રણ વર્ષ પૂર્વે જૂન 2022 માં તે જ્યાં નોકરી કરતી હતી તેની એક પાર્ટી હોય જેમાં આરોપી તૃષાંગ ડોબરીયા સાથે મુલાકાત થઈ હતી. આરોપી તે સમયે મોરબી રહેતો હતો અને કોલસા ઈમ્પોર્ટનો વ્યવસાય કરતો હતો બંને વચ્ચે પરિચય થયા બાદ આરોપીએ મહિલાને એવું જણાવ્યું હતું કે, તેના પણ છૂટાછેડા થઈ ગયા છે. બાદમાં તેણે મહિલાને તેની સાથે લગ્ન કરવાનું અને તેની દીકરીને પોતાનું નામ આપવાની વાત કરી હતી ત્યારબાદ બંને મૈત્રી કરાર કર્યો હતો અને અહીં રાજકોટમાં એપાર્ટમેન્ટમાં સાથે રહેવા લાગ્યા હતા. આ દરમિયાન તેણે અવારનવાર શરીર સંબંધ બાંધ્યો હતો જે દરમિયાન મહિલા ચારેક વખત ગર્ભવતી બનતા તેને ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી નાખ્યો હતો.


મહિલા લગ્નનું કહેતા તે ઇન્કાર કરતો હતો. આ દરમિયાન મહિલાને જાણ થઈ હતી કે,  તૃષાંગના છૂટાછેડા હજુ થયા નથી હજુ તેનો કેસ ચાલે છે એટલું જ નહીં મહિલાને એવી પણ જાણ થઈ હતી કે તૃષાંગને અન્ય કોઈ યુવતી સાથે સંબંધ છે જેથી આ બાબતે પૂછતા તૃષાંગ ત્રાસ આપવા લાગ્યો હતો અને મૂંઢમાર મારતો હતો ત્રણ વર્ષ સુધી મહિલા સાથે રહી તેનું યૌન શોષણ કર્યા બાદ તૃષાંગ લગ્નની ના કહી દઈ તેને તરછોડી દીધી હતી. જેથી અંતે મહિલાએ આ મામલે તૃષાંગ  વિરુદ્ધ આ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે આઈપીસીની કલમ 406, 376(2)(એન), 313, 323 મુજબ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ બી.એસ. ચૌહાણ ચલાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application