બરોડા હાર્ટ ઇન્સ્ટીટ્યૂટ ખાતે ૭૨ વર્ષના વૃદ્ધ થયા બ્લોકેજ મુક્ત
જામનગર પંથકના હૃદયરોગના દર્દીઓ માટે સતત કાર્યશીલ તથા મોખરે રહેતી બરોડા હાર્ટ ઇન્સ્ટિયુટ ફરીએકવાર હૃદયના જટીલ રોગની સારવાર માટે અત્યાધુનિક પધ્ધતિનો ઉપયોગ કરી દર્દીના હૃદયની નળીમા રહેલા સખત કઠણ બ્લોકેજનું સફળ ઓપરેશન કરી દર્દીને નવજીવન આપેલું છે.
તાજેતરમાં ૨ ફેબ્રુઆરીના રોજ બરોડા હાર્ટ ઇન્સ્ટિયુટ-જામનગર ખાતે એક ૭૧વર્ષીય વૃધ્ધ દર્દીને છાતીનો દુખાવો થતા સારવાર માટે દાખલ કરેલા હતા. દર્દીને હૃદયરોગની તપાસ માટે એન્જીઓગ્રાફી રોપોર્ટ કરવામા આવેલો. આ એન્જીઓગ્રાફીનીતપાસ દરમિયાન હૃદય ને લોહી પહોચાડતી મુખ્ય નળી માં ૯૦-૯૫%નો જોખમી બ્લોકેજ નું નિદાન કરવામા આવેલું. એટલું જ નહિ પરંતુ આ બ્લોકેજ ખુબ જ સખત તથા કેલ્શિયમ થી ભરપુર હોવાનું જાણ થયેલું. બરોડા હાર્ટ ઇન્સ્ટિટ્યુટના અનુભવી તથા નિષ્ણાંત કાર્ડિઓલોજિસ્ટ ડો. ભૂષણ કંટાલે અને ડો. મહેશ બસર્ગેની ટીમ દ્વારા આ સખત કેલ્શિયમવાળા બ્લોકેજ ધરાવતા દર્દીમાં (આધુનિક તકનીક) નો ઉપયોગ કરી આ જટિલ એન્જીઓપ્લાસ્ટી ઓપરેશન સફળતાપૂર્વક કરવામા આવ્યુ હતું.
આ પ્રકારના જટિલ કેલ્શિયમયુક્ત બ્લોકેજ સામાન્ય રીતે વધુ ઉંમરવાળા દર્દીઓ, ડાયાબિટિસ તથા કિડનીની બીમારીવાળા દર્દીઓમાં જોવા મળે છે તથા હદય સાથે સંકળાયેલા આ બધા રોગગ્રસ્ત દર્દીનું કોરોનરી બાયપાસ ઓપરેશન પણ જોખમી હોય છે.
આ વિશિષ્ટ પ્રકારનુ ડ્રિલ ખુબ જ સૂક્ષ્મ તથા હદયની નડીની અંદર પહોંચી બ્લોકેજ માં રહેલા કેલ્શિયમ ને દૂર કરે છે. આ ડ્રિલ ૧,૫૦,૦૦૦-૧,૮૦,૦૦૦ ની ઝડપ થી ડ્રિલિંગની પ્રક્રિયા કરી નળીમાં રહેલા કેલ્શિયમને કાપી અને દૂર કરે છે. જેથી સ્ટેન્ડ મુકવાની પ્રક્રિયા સરળ બને છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારત અને બ્રિટન વચ્ચે ઐતિહાસિક મુક્ત વેપાર કરાર પર હસ્તાક્ષર થયા
May 07, 2025 11:01 AMઆગામી વર્ષોમાં એપલ તેના તમામ મોબાઇલ ફોન ભારતમાં બનાવશે અને ખરીદશે: સિંધિયા
May 07, 2025 10:54 AMરાણપરથી ધામણીનેશ તરફ દેશી દારૂનો જંગી જથ્થો ઝડપાયો
May 07, 2025 10:48 AMભાણવડમાં ઇંગ્લીશ દારૂના જથ્થા સાથે એક ઇસમની ધરપકડ
May 07, 2025 10:47 AMખંભાળીયા પાલીકા દ્વારા ઘી અને તેલી નદીમાં દબાણો અંગે સર્વે શરુ
May 07, 2025 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech