મોરબીથી જામનગર સર્વિસમાં કાર મુકવા જતા રસ્તામાં સળગી : કારમાં સવારનો આબાદ બચાવ
ધ્રોલ નજીક લતીપર રોડ પર એકાએક ચાલુ કારમાં આગ લાગી જતાં અફડાતફડી સર્જાઇ હતી, દરમિયાન કારચાલક સહિતના બહાર નીકળી ગયા હતા જોકે કારમાં આગળ રાખેલી રોકડ રકમ-ઘડિયાળ વગેરે સળગી ગયા હતા. ધ્રોલની ફાયર બ્રિગેડ ની ટીમે ઘટના સ્થળે દોડી જઈ આગને કાબુમાં લીધી હતી.
મોરબીમાં જ્યોતિ પાર્ક સોસાયટીમાં રહેતા અને કેબલ ઓપરેટર તરીકેનો વ્યવસાય કરતા રવિકુમાર ચંદુભાઈ ઓધવીયા પટેલ (32) નામનો યુવાન પોતાની જી.જે. 36 એ.સી. 4580 નંબરની કારમાં બેસીને મોરબીથી જામનગર તરફ પસાર થતા હતા.
પોતાની કાર જામનગરના શોરૂમમાંથી ખરીદ કરી હોવાથી ત્યાં સર્વિસમાં મુકવા માટે આવી રહ્યા હતા, તે દરમિયાન ગઈકાલે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં ધ્રોલ-લતિપર હાઇવે રોડ પર પાટીયા પહેલાના રોડ પર એકાએક કારના આગળના ભાગમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. સૌપ્રથમ ધુમાડા નીકળવા લાગતાં રવિકુમાર તથા સવાર અન્ય સમય સુચકતા વાપરીને કારનો દરવાજો ખોલીને બહાર નીકળી ગયા હતા. દરમિયાન આગળની સીટના ભાગમાં આગ પ્રસરી ગઈ હતી, અને આગળ રાખેલી આઠ હજાર રૂપિયાની રોકડ રકમ, ઘડિયાળ તથા અન્ય સામગ્રી કપડાં વગેરે સળગી ઊઠ્યા હતા.
આ બનાવને લઈને અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, આ મામલે પોલીસ તંત્રને જાણ થવાથી ધ્રોલના પોલીસ હેડ કોન્સ્ટેબલ જે. કે. દલસાણીયા તેમજ રાઇટર અનિલભાઈ સોઢીયા કે જેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને ફાયર બ્રિગેડને જાણ કરવાથી ધ્રોળની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી, અને પાણીનો મારો ચલાવીને આગ બુઝાવી હતી.
પોલીસ તંત્ર દ્વારા પંચનામાં સહિતની કાર્યવાહી હાથ ધરી હતી તેઓએ રવિ ભાઈ પટેલનું નિવેદન નોંધ્યું હતું, અને ધ્રોલ પોલીસ મથકમાં આગ અકસ્માતના બનાવ અંગેની નોંધ કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMજામનગર જીલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ
May 17, 2025 05:38 PMસરકાર દ્વારા ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે
May 17, 2025 05:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech