સ્વાગત કાર્યક્રમમાં આવેલ તમામ આઠ અરજીઓનો હકારાત્મક નિકાલ લાવી અરજદારોની સમસ્યાનું નિરાકરણ કરાયું
જિલ્લા કલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને શહેર મામલતદાર કચેરી જામનગર ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં કલેક્ટરએ અરજદારોને રૂબરૂ મળી તેઓના પ્રશ્નો સાંભળ્યા હતા અને તે પ્રશ્નોના નિરાકરણ અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.સાથે જ જે અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ થઈ આવેલ તેઓને જરૂરી પ્રમાણપત્ર તથા હુકમોનું વિતરણ કર્યું હતું.
આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કુલ આઠ જેટલા અરજદારોએ વૃદ્ધ સહાય, ગંગાસ્વરૂપ આર્થિક સહાય, પૂરના પાણીથી થયેલ નુકસાની અંગેની સહાય વગેરે બાબતોને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા જે તમામ પ્રશ્નોનું સ્થળ પર જ જરૂરી કાર્યવાહી કરી નિરાકરણ લવાયું હતું.
અરજદારોના પ્રશ્નોના નિરાકરણ લાવવાની સાથે કલેકટરશ્રીએ અરજદારોના પરિવારની સ્થિતિ તેમજ આવક રોજગાર અંગેની માહિતી પણ મેળવી હતી.અને લાગુ પડતી હોય તેવી વિવિધ યોજનાઓની જાણકારી આપી તેનો લાભ લેવા અંગે અરજદારોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationલાલપુરમાં રહેતા શ્રમિક યુવાનનો રહસ્યમય સંજોગોમાં ગળાફાંસા દ્વારા આપઘાત
May 14, 2025 12:34 PMજામનગરમાં રીક્ષાચાલક વ્યાજખોરની ચુંગાલમાં ફસાયો
May 14, 2025 12:28 PMજામનગરમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ આચરનાર આરોપીને ૨૦ વર્ષની જેલ સજા
May 14, 2025 12:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech