ધોરણ 10- 12 ની પૂરક પરીક્ષા માટેની હોલ ટિકિટ શિક્ષણ બોર્ડે ઓનલાઇન મૂકી દીધી

  • June 18, 2025 02:54 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બેસ્ટ ઓફ ટુ સિસ્ટમ મુજબ આગામી તારીખ 23 થી પુરક પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. બોર્ડ દ્વારા માર્ચ માસમાં લેવામાં આવેલી રેગ્યુલર પરીક્ષામાં નાપાસ થયેલા, ગેરહાજર રહેલા અને પોતાના પરિણામથી સંતુષ્ટ ન હોય તેવા વિદ્યાર્થીઓ માટે પૂરક પરીક્ષા યોજાય રહી છે. આ પરીક્ષા માટેની હોલ ટિકિટ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ઓનલાઈન મૂકી દીધી છે અને દરેક શાળાઓને તે ડાઉનલોડ કરી લેવા માટે જણાવી દેવાયું છે.

બોર્ડના પરીક્ષા વિભાગના નાયબ નિયામકે આ સંદર્ભે તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓ અને શાળા સંચાલકોને સૂચના આપી છે કે બોર્ડની વેબસાઈટ પરથી શાળા દ્વારા પોતાની શાળાનો ઇન્ડેક્સ નંબર અને સ્કુલનો નોંધાયેલો મોબાઈલ નંબર અથવા ઇમેલ આઇડી દ્વારા લોગીન કરે ડાઉનલોડ કરવાની રહેશે.

પ્રવેશ પત્રની પ્રિન્ટ કાઢીને પરીક્ષાર્થીના આવેદન મુજબ વિષય અને માધ્યમની ચકાસણી કરી નિયત કરેલ જગ્યાએ પરીક્ષાર્થીનો ફોટો ચોંટાડી તેની સહી કરાવી અને વર્ગ શિક્ષકની પણ સહી કરાવી આચાર્યનો સહી સિક્કો લગાવી આપવાની રહેશે.

હોલ ટિકિટ સાથે પરીક્ષા માટેની સૂચના પાછળના ભાગે પ્રિન્ટ કરી શાળાના આચાર્યની સહી સાથે ફરજિયાત રીતે આપવાની રહેશે. આવી હોલ ટિકિટ વિદ્યાર્થીને આપ્યા પછી તે મળી ગઈ છે તેવી સહી પણ વિદ્યાર્થી પાસેથી લેવાની રહેશે. આ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત થાય કે સમસ્યા સર્જાય તો બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News