સોરઠ, ગીરસોમનાથ, દીવના પેન્શનર વડિલોની હયાતીની ખરાઇ ઘરે બેઠા પોસ્ટમેન દ્રારા થશે

  • May 22, 2025 10:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



પેન્શનરોને હયાતીની ખરાઈ કરવા તિજોરી કચેરી કે બેંક ખાતે જવું પડતું હતું. પરંતુ હવે ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક દ્રારા ઘર બેઠા જ પેન્શનરોનું ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ જનરેટ કરી અપાશે. જૂનાગઢ પોસ્ટ ડિવિઝનના જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવ વિભાગ હેઠળ ૪૯ પોસ્ટ ઓફિસના પોસ્ટમેનને તાલીમ પણ આપવામાં આવી હતી. પોસ્ટકર્મીઓ પેન્શનરોના ઘરે જઈ સર્ટીફીકેટ જનરેટ કરવાની પ્રક્રિયા શ કરવામાં આવી છે.
પેન્શનર્સનું પેન્શન ચાલુ રહે તે માટે તેણે દર વર્ષે  હયાતીની ખરાઈ માટે તિજોરી કચેરી કે બેંકમાં જવું પડે છે. વયોવૃદ્ધ કે દિવ્યાંગ પેન્શનરોને આ પ્રક્રિયામાં મુશ્કેલી પણ થતી હોય છે. સરકારના નાણા વિભાગ અને પોસ્ટ પેમેન્ટ બેંક સાથે એમઓયુ કરવામાં આવ્યા છે. પોસ્ટ પેમેન્ટ બેંક દ્રારા હયાતી ખરાઈ ઘર બેઠા થાય તે માટે પ્રક્રિયા શ કરી છે. પોસ્ટકર્મીઓ પેન્શનર્સના ઘરે જઈ ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ એપ્લિકેશન મારફત જનરેટ કરી આપશે. જૂનાગઢ પોસ્ટ ડિવિઝન હેઠળ જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવનો સમાવેશ થાય છે. જેમાં ૪૮ પોસ્ટ ઓફિસ અને જૂનાગઢની એક મુખ્ય હેડ ઓફિસ મળી કુલ ૪૯ પોસ્ટ ઓફિસ આવેલી છે તેમાં ફરજ બજાવતા ૯૭ પોસ્ટમેન દ્રારા નિવૃત પેન્શનર્સના ઘરે જઈ તેની હયાતીની ખરાઈ કરશે. જૂનાગઢ શહેરમાં આઝાદ ચોકમા ૨૩, ટીંબાવાડીમાં ૩અને દોલતપરામાં એક મળી ૨૭ પોસ્ટમેન છે. સમગ્ર કામગીરી નિશુલ્ક રહેશે. પોસ્ટ પેમેન્ટ બેંકની ટીમ દ્રારા સમગ્ર પ્રક્રિયા અંગે પોસ્ટ કર્મચારીઓને તાલીમ પણ આપવામાં આવી હતી. પેન્શનરે આધાર નંબર, પીપીઓ નંબર, બેંક એકાઉન્ટ વિગતો, અને મોબાઇલ નંબર સહિતની માહિતી આપવાની રહેશે. ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંકના મોબાઇલ સોટવેરમાંઆ વિગતો દાખલ કરી, પેન્શનરનું બાયોમેટિ્રક ફિંગરપ્રિન્ટ કરવામાં આવશે. ગણતરીની મિનિટોમાં ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ જનરેટ થશે, જેની ડિજિટલ નકલ બેંક–પોસ્ટ ઓફિસને મોકલાશે. પેન્શનરો વેબસાઈટ પરથી સર્ટિફિકેટની નકલ ડાઉનલોડ કરી શકશે. આ પ્રક્રિયા ફરજિયાત નથી તથા ગુજરાત બહાર રહેતા વૃદ્ધો નજીકની પોસ્ટ ઓફિસ ખાતે પણ હયાતી ખરાઈ અંગેની પ્રક્રિયા કરાવી શકશે. પેન્શનરો માટે શ થયેલી આ પ્રક્રિયાથી સમયનો પણ બચાવ થશે અને આંગળીના ટેરવે જ હયાતી સર્ટિફિકેટની પ્રક્રિયા પણ સંપન્ન થશે. અત્રે ઉલ્લ ેખનીય છે કે પોસ્ટ પેમેન્ટ બેંક દ્રારા રૂા.૭૦ લેેવામા આવતા પરંતુ હવે શ થયેલી કામગીરી નિશુલ્ક રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application