૨૭ દીથી દ્રીતીય શૈક્ષણીક સત્ર શરૂ,જામનગરની સરકારી શાળાઓમાં ધો.૧,૩,૫,૬,૯ના છાત્રો પુસ્તકો વિહોણા

  • December 04, 2025 01:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં ૨૭ દીવસથી શૈક્ષણીક સત્રનો પ્રારંભ થયો છે. આમ છતાં હજુ સુધી ધો.૧,૩,૫,૬,૯ના છાત્રો પુસ્તકો વિહોણા હોય આમાં કયાંથી ભણે જામનગર તે સવાલ વધુ એક વખત ઉઠ્યો છે. સમયસર પાઠય પુસ્તકોની ફાળવણીમાં કરવામાં ન આવતા શિક્ષકોની કફોડી તો વિધાર્થીઓની દયનીય હાલત બની છે.


 સરકારી શાળાઓમાં પાઠય પુસ્તક વગર શિક્ષણ કાર્યથી અનેેક સવાલ ઉઠ્યા છે. આટલું જ નહીં વાલીઓમાં ભારે દેકારો બોલી ગયો છે. આમ છતાં શિક્ષણ વિભાગના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં રાચી રહ્યા છે. 


જામનગરની સરકારી શાળાઓ કોઇને કોઇ કારણોસર છાશવારે ચર્ચા અને વિવાદમાં રહે છે. તેમાં શિક્ષણ વિભાગની કચેરીની કાર્યપ્રણાલી, ફતવારૂપી પરિપત્રો પણ કારણભૂત બને છે. શિક્ષણ જેવા મહત્વના ક્ષેત્રમાં બેદરકારી અને ઘોર ઉદાસીનતા ને કારણે શિક્ષકો અને વિધાર્થીઓ ભારે હાલાકી અનુભવી રહ્યા છે. તેનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કારણ કે, રાજયની સાથે જામનગર શહેર-જિલ્લાની સરકારી શાળાઓમાં ૬ નવેમ્બરથી એટલે કે ૨૭ દીવસથી બીજા શૈક્ષણીક સત્રનો પ્રારંભ થયો છે. આમ છતાં હજુ સુધી સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા  ધો.૧,૨,૫,૬,૭ અને ૯ ધોરણના વિધાર્થીઓને સ્વાઘ્યાય પોથી સહીતના મહત્વના પાઠ્ય પુસ્તકો મળ્યા નથી. 


નવાઇની વાત તો એ છે કે, રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સુધારવા માટે લખલૂંટ ખર્ચ કરવામાં આવે છે. પરંતુ દીવા તળે અંધારૂ કહેવત મુજબ બીજા ખર્ચ પાછળ આંધળી દોટમાં પાઠય પુસ્તકોનું મહત્વ વીસરાયુ છે. સરકારી શાળાઓમાં ધોરણ-૧ અને ૨માં પ્રજ્ઞા વર્ગ શિક્ષણ માટેની વિદ્યાર્થીઓની વ્યક્તિગત સ્વ અધ્યયનપોથી મળી નથી. નિપુણ ભારત અભિયાન અંતર્ગત ધોરણ ૧ અને ૨ ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ ગણવામાં આવે છે. 


આ બંને ધોરણ શિક્ષણ ઈમારત માટે પાયા સમાન ગણવામાં આવે છે. જયારે ધો.૫ અને ૬ થી ૮ માટેની કેટલીક સ્વ અધ્યયનપોથી હજુ શાળા સુધી પહોંચી નથી. માસવાર આયોજન મુજબ અમુક પાઠય પુસ્તક અને સ્વ અધ્યયન પોથી ન મળવાથી શિક્ષકો પર કામનું ભારણ વધી જાય છે. સમય વિત્યા બાદ, એકમ ચાલી ગયા બાદ જ્યારે એક સાથે સાહિત્ય આવે તે અર્થ વગરનું બની જાય છે. 
​​​​​​​

આટલું જ નહીં પાઠય પુસ્તકો વગર શિક્ષકોની હાલત કફોડી તો છાત્રોની હાલત દયનીય બની છે. ત્યારે સરકારી શાળાઓમાં છાશવારે સમયસર પાઠ્ય પુસ્તકો શા માટે ફાળવવામાં આવતા નથી તે તપાસના વિષયની સાથે સળગતી સમસ્યા બની છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News