માતાના ઠપકાથી વ્યથિત ખંભાળિયાના યુવાને જિંદગી ટૂંકાવી

  • June 13, 2024 11:24 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયામાં રહેતા 22 વર્ષીય એક યુવાનને તેના માતાએ વહેલા ઊઠવાનું કહેતા વ્યથિત હાલતમાં તેણે જિંદગી ટૂંકાવી દીધી હતી.


આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં દરબારગઢ (મેઈન બજાર) નજીક રહેતા અને રીક્ષા ડ્રાઇવિંગ કામ કરતા ચાંદ રફીકભાઈ બાનવા નામના 22 વર્ષના યુવાને મંગળવારે રાત્રિના સમયે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લેતા તેનો નિષ્પ્રાણ દેહ સાંપળ્યો હતો.


આ બનાવ અંગે મૃતકના મોટાભાઈ જાવેદશાહ રફીકશાહ બાનવા (ઉ.વ. 35) એ પોલીસમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક ચાંદને તેના માતાએ સવારે વહેલો ઉઠવા બાબતે ઠપકો આપતા આ બાબતે તેને મનમાં લાગી આવ્યું હતું. જેથી તેણે આ પગલું ભરી લીધું હતું. આ સમગ્ર બનાવ અંગે પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application