ટુવિલર બાદ હવે ટ્રકની પણ ચોરી કરી ગયાની ફરિયાદ
જામનગરમાં બુરહાની પાર્ક સોસાયટીના ઢાળીયા પાસે પાર્ક કરવામાં આવેલો એક ટ્રક કોઈ તસ્કરો ચોરી કરી લઈ ગયા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જે તસ્કર ને પોલીસ શોધી રહ્યા છે.
જામનગરમાં મકવાણા સોસાયટીમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરતા અબ્બાસભાઈ મસ્કતી આરબ નામના ૫૭ વર્ષના ટ્રક ચાલકે ગત ૭મી તારીખે રાત્રીના સમયે પોતાનો જી.જે.૧૦ એક્સ. ૯૩૯૪ નંબર નો ટ્રક બુરહાની પાર્ક વિસ્તારમાં પાર્ક કર્યો હતો, ત્યાંથી કોઈ તસ્કરો રૂપિયા સાડાસાત લાખની કિંમતના ટ્રક ને કોઈપણ રીતે ચાલુ કરી હંકારી ગયા હતા.
જે બનાવ અંગે અબ્બાસભાઈ આરબે જામનગરના સીટી એ. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં એ.એસ આઈ. ડી. એસ. પાંડોર આ બાબતની તપાસ કરી રહ્યા છે, અને ટૂંક સમયમાં આ ટ્રકની ચોરી કરી જનાર પોલીસના હાથવેંતમાં આવી જાય તેમ મનાઈ રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech