વરવાળા સીમમાંથી અંગ્રેજી દારૂના જથ્થા સાથે બે પકડાયા

  • June 12, 2025 11:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એક શખ્સ ફરાર: બોટલો, બાઇક અને મોબાઇલ જપ્ત

દેવભુમી દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નીતેશ પાંડેય તેમજ નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડની સુચનાથી દારૂ-જુગારની ચાલતી પ્રવૃતી નાબુદ કરવા સુચના મળેલ હોય જેથી પીઆઇ એ.એલ. બારસીયાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઇ ડી.એ. વાળા સાથે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એએસઆઇ ભુપતસિંહ વાઢેર, પો.હેડ કોન્સ હરપાલસિંહ જાડેજા, જેસાભાઇ આંબલીયા, હીતેન્દ્રસિંહ જાડેજાને મળેલ સંયુકત ચોકકસ બાતમી હકીકત આધારે વરવાળા ગામની સીમમાથી આરોપીના કબ્જામાથી ભારતી પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ-અલગ બ્રાન્ડની ૩૬ બોટલ કિ. રૂા. ૪૬,૮૦૦ તથા એક મોટરસાયકલ કિંમત રૂા. ૨૦ હજાર, ૧ મોબાઇલ કિંમત રૂા. ૫ હજાર મળી કુલ રૂા. ૭૧,૮૦૦ ના મુદ્દામાલ સાથે કરણ ઉર્ફે કનુ ટપુભા સુમણીયા, મોડભા ઉર્ફે મુરૂભા મેરૂભા માણેકને પકડી પાડી તેના વિરુઘ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. જયારે આરોપી સુનીલભા મેરૂભા માણેક નાશી છુટયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application