સલાયા મરીન પોલીસની કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા મરીન વિસ્તાર હેઠળ આવતા ચાર બારા તથા બેહ ગામના માર્ગ વચ્ચે સલાયા મરીન પોલીસ સ્ટાફ દ્વારા ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. શીંગરખીયાના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલા પેટ્રોલિંગમાં હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ તથા વિપુલભાઈ ડાંગરને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ માર્ગ પરથી પસાર થતી જી.જે. 31 એન. 1995 નંબરની એક મોટરકારને અટકાવીને પોલીસે ચેકિંગ કરતા આ કારમાંથી વિદેશી દારૂની 60 બોટલ મળી આવી હતી.
આથી પોલીસે રૂપિયા 30 હજારની કિંમતના પરપ્રાંતીય શરાબ અને રૂ. 3 લાખની કિંમતની મોટરકાર અને બે મોબાઈલ ફોન સાથે જામનગર ખાતે રહેતા રમેશ ભીમજીભાઈ પારીયા (ઉ.વ. 32) અને પિયુષ મનોજભાઈ દાણીધારીયા (ઉ.વ. 27) નામના બે શખ્સોની અટકાયત કરી, કુલ રૂપિયા સાડા ત્રણ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે સલાયા મરીન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ મુજબ ધોરણસર ગુનો નોંધાયો છે.
આ પ્રકરણમાં જામનગરના રહીશ બીપીન ઉર્ફે લાકડી કારાભાઈ મુછડીયા અને ખંભાળિયા તાલુકાના ચાર બારા ગામના રઘુવીરસિંહ જેઠવા નામના બે શખ્સો ફરાર જાહેર થયા છે. આ સમગ્ર કાર્યવાહી ઈન્ચાર્જ પી.આઈ. વી.એન. શીંગરખીયા, એ.એસ.આઈ. બોઘાભાઈ કેસરિયા, હેડ કોન્સ્ટેબલ ઓમદેવસિંહ જાડેજા, પીઠાભાઈ જોગલ, જેસલસિંહ જાડેજા, મહાવીરસિંહ ગોહિલ અને વિપુલભાઈ સાજણભાઈ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech