આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે બોટાદ જિલ્લાની અનોખી પહેલ, આજે જન્મ લેનારી દીકરીઓના વધામણા કરાશે

  • March 08, 2026 11:43 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાત રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સંપન્ન તથા સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલીકરણમાં મુકવામાં આવી છે. આ સાથે  તા. ૦૮ માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની “રાઇટ્સ, જસ્ટીસ, એક્શન ફોર ઓલ વુમન એન્ડ ગર્લ્સ” થીમ સાથે ઉજવણી અંતર્ગત આ દિવસે જન્મનાર દિકરીઓના અવતરણને હર્ષોલ્લાસથી ઉજવવાનો નિર્ણય બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. 


આ દિવસે બોટાદ જિલ્લાના તાબા હેઠળની તમામ ખાનગી તથા જનરલ હોસ્પિટલ, સોનાવાલા હોસ્પિટલ ખાતે જન્મ લેનાર તમામ દિકરીઓની વિગત આરોગ્ય વિભાગના સંબધિત અધિકારીઓને પહોંચાડવાની રહેશે. ઉલ્લેખનીય છે કે, જિલ્લા કક્ષાની કે જાયન્ટસ ગૃપની ટીમ હોસ્પિટલની મુલાકાતે ન આવે ત્યાં સુધી તે માતા/ પ્રસૂતાને હોસ્પિટલ ન છોડવા સૂચના આપવામાં આવી છે. 


સંલગ્ન તાલુકા હેલ્થ ઓફીસર શહેરી વિસ્તાર બોટાદ ખાતે થયેલ દિકરીઓના જન્મની વિગત નોંધાવવાની રહેશે. ઉપરાંત, જયેશ ચૌહાણ (ડી.પી.એ.)મો.૯૨૨૭૭૦૯૪૦૯/૯૯૯૮૮૮૯૯૫૮ પી.સી. & પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ રજીસ્ટર્ડ હોસ્પિટલ ખાતે થયેલ દીકરીઓના જન્મની વિગત નોંધાવવાની રહેશે. આ સિવાયના પ્રસૃતિ ગૃહ/ હોસ્પિટલ/ સંસ્થા ખાતે થયેલ દિકરીઓના જન્મની નોંધણી તાલુકા હેલ્થ ઓફીસરે સમયસર અને સચોટ માહિતી મળી જાય તેની વ્યવસ્થા કરવાની રહેશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application