પીડીતોના અવાજને ઉઠાવવા જ્યાં કોઇ ન પહોંચે ત્યાં પહોંચે છે દેવાંશી જોષી
જામનગરમાં યોજાયેલા વુમન પાવર એવોર્ડમાં જમાવટ ફેઇમ દેવાંશી જોશીનો પરિચય આપતા આજકાલ ગ્રુપ એડીટર કાનાભાઇ બાંટવાએ કહ્યું હતું કે, તેઓ હારેલાઓના સહારા છે, જ્યાં કોઇનો અવાજ ન સંભળાય ત્યાં દેવાંશીનો અવાજ સંભળાય, તેમને અગાઉ સુરતની ઘટનાનું પણ એન્કરીંગ કર્યું હતું, જે બે-ત્રણ દિવસ ચાલ્યું હતું, પીડીતો માટે અવાજ ઉઠાવે ત્યારે લોકોને પણ લાગે કે તે મારૂ જ કહી રહ્યા છે, મહાભારતનું ઉદાહરણ આપતા તેઓએ કહ્યું હતું કે, મહાભારતનું યુઘ્ધ થવાનું હતું ત્યારે બધા રાજાઓ સાથે હતા, એક સમયે સેના પૂરી થઇ ગઇ ત્યારે એક જ માણસ એકલો જઇ રહ્યો હતો તે ઘટોત્ગચ્છનો દિકરો બર્બજ હતો, એક બ્રાહ્મણે પૂછ્યું કે, તું એકલો કેમ છે ? તારી પાસે માત્ર ત્રણ જ તીર છે, ત્યારે તેને કહ્યું કે હું બ્રહ્માંડમાં યુઘ્ધ કરીશ, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે એક ઝાડના બધા પાંદડા એક તીરથી વીંધી દે અને એક પાંદડા પર પગ પર મૂકી દીધો, તેને કહ્યું પગ હટાવો નહીંતર તમારો પગ પણ વીંધાય જશે, ત્યારે બ્રાહ્મણે કહ્યું કે હારી જવાનો તું સહારો બનજે, આમ દેવાંશી જોશી એક નીડર પત્રકાર છે, એમને સાંભળવા પણ એક લ્હાવો છે.