હિંદુ ધર્મમાં પૂર્ણિમા તિથિને ખૂબ જ વિશેષ માનવામાં આવે છે, જે દરેક મહિનામાં એકવાર આવે છે, પરંતુ શરદ પૂર્ણિમા સૌથી મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે, જે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા માટે સમર્પિત દિવસ છે. અને તે દુ:ખ અને સંકટ દૂર કરે છે.
ધાર્મિક માન્યતાઓ અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્ર 16 ચરણોનો બનેલો હોય છે અને તે રાત્રે અમૃતનો વરસાદ થાય છે. ચંદ્રના કિરણોમાં ઔષધીય ગુણ હોય છે, જે શીતળતા પણ પ્રદાન કરે છે. આ જ કારણથી શરદ પૂર્ણિમાની રાત્રે દૂધ પૌવા તૈયાર કરીને થોડો સમય રાખવામાં આવે છે, જેથી ચંદ્રના કિરણોને કારણે તેમાં ઔષધીય ગુણો મળે છે. તેને ખાવાથી લોકોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને તમામ પ્રકારની બીમારીઓથી રાહત મળે છે.
શરદ પૂર્ણિમાનું મહત્વ
એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાના દિવસે ચંદ્ર ભગવાનની પૂજા કરવાની સાથે ચાંદની રાતે દૂધ પૌવા તૈયાર કરીને રાખવામાં આવે છે. આ રાત્રે આકાશમાંથી અમૃત વરસે છે. આ દિવસે માતા લક્ષ્મી પૃથ્વી પર આવે છે અને પોતાના ભક્તો પર ધન અને અનાજની વર્ષા કરે છે. આ રાત્રે ચંદ્રમાથી અમૃત વર્ષા થાય છે, જે તમામ જીવોને સ્વસ્થ અને દીર્ઘાયુ બનાવે છે. શરદ પૂર્ણિમાની ચાંદની રાતે દૂધ પૌવા રાખવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ચંદ્રના કિરણો દૂધ પૌવામાં અમૃત ઓગાળી દે છે, જે ખાવાથી સ્વાસ્થ્ય લાભ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationરોહિત શર્માએ ટેસ્ટ ક્રિકેટમાંથી સંન્યાસ લીધો, વનડે રમવાનું ચાલુ રાખશે
May 07, 2025 07:48 PMદેશના 244 શહેરોમાં બ્લેકઆઉટ: દેશભરમાં રાત્રિ કવાયતથી આપત્તિ સામે તૈયારી
May 07, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech