પ્રોપર્ટીની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં લક્ઝરી અને હાઈ-એન્ડ રિયલ એસ્ટેટ સેક્ટરમાં માંગ ઘટી નથી. આજના યુવાનો અને મિલેનિયલ્સ હવે ઘરને માત્ર રહેવાની જગ્યા તરીકે નહીં, પરંતુ બહેતર જીવનશૈલી, નાણાકીય સુરક્ષા અને લાંબા ગાળે સંપત્તિના સર્જન માટેના એક શક્તિશાળી સાધન તરીકે જોઈ રહ્યા છે. પછી તે સિંગલ હોય કે પરિણિત, યુવાનો તેને મોડેથી લેવાના નિર્ણયને બદલે પોતાની કારકિર્દીની શરૂઆતથી જ એક શિસ્તબદ્ધ નાણાકીય સુરક્ષા યોજના તરીકે અપનાવી રહ્યા છે.
યુવાનોનું માનવું છે કે આર્થિક રીતે આત્મનિર્ભર બન્યા પછી પૈતૃક ઘરથી અલગ પોતાનું સ્વતંત્ર સરનામું હોવું એ બદલાતી જીવનશૈલી અને સ્થિરતા વચ્ચે સંતુલન બનાવે છે. આ ઉપરાંત, હાઈ-રાઈઝ સોસાયટીઓ અને ગેટેડ પ્લોટ્સમાં ક્લબ, જિમ, સ્વિમિંગ પૂલ, ગાર્ડન, 24 કલાક સુરક્ષા અને પોતાના જેવી જ જીવનશૈલી ધરાવતા લોકોની શ્રેષ્ઠ કોમ્યુનિટી મળે છે, જે યુવા પેઢીને ખૂબ આકર્ષે છે. શેરબજાર જેવા અસ્થિર વિકલ્પોની સરખામણીમાં રિયલ એસ્ટેટને લાંબા ગાળાની કમ્પાઉન્ડિંગ કમાણી અને કાયમી ભાડાની આવક (પેસિવ ઇન્કમ) માટે અત્યંત સુરક્ષિત વિકલ્પ માનવામાં આવે છે.
રિયલ એસ્ટેટ એક્સપર્ટ્સના જણાવ્યા મુજબ, મેટ્રો, એરપોર્ટ, શૈક્ષણિક સંસ્થાઓ અને ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર જેવા વિશાળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ જ્યાં આવી રહ્યા છે, તેવા વિસ્તારોને યુવા રોકાણકારો વધુ પસંદ કરી રહ્યા છે. AIGIN ના સીએમડી રાકેશ કુમાર અગ્રવાલનું કહેવું છે કે ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તારથી નવા રિયલ એસ્ટેટ હોટસ્પોટ્સ વિકસિત થઈ રહ્યા છે, જ્યાં યુવાનો ભવિષ્યની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. પ્રીમિયમ રિયલ એસ્ટેટ આજે એક એવી અસ્કયામત બની ગઈ છે જે કેપિટલ ગ્રોથ અને આર્થિક સુરક્ષા બંનેની ગેરંટી આપે છે.
રિયરકો પ્રાઇવેટ લિમિટેડના એમડી ગીતાંજલિ ખન્નાના મતે, યુવા વર્ગ હવે ટૂંકા ગાળાના નફા પાછળ ભાગવાને બદલે મેગા ઈન્ફ્રાસ્ટ્રક્ચર હબ આસપાસ ઉભરતા ડેસ્ટિનેશન્સ પર લાંબા ગાળાનું રોકાણ કરી રહ્યો છે. તે જ સમયે, ડિલિલિજન્ટ બિલ્ડર્સના સીઈઓ અશ્વિની નાગપાલ અને રેનોક્સ ગ્રુપના ચેરમેન શૈલેન્દ્ર શર્મા જણાવે છે કે બદલાતી નાણાકીય સ્થિતિ અને ફુગાવા સામે રક્ષણ મેળવવા માટે યુવાનો ખૂબ નાની ઉંમરે આ નિર્ણય લઈ રહ્યા છે. ઝડપથી વધતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કારણે તેઓ ભવિષ્યની પેઢીઓ માટે કાયમી સંપત્તિ બનાવવાના હેતુથી પ્રીમિયમ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું પસંદ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationનેપાળમાં જળપ્રલયથી મોતનું તાંડવ, મૃત્યુઆંક 95 પર પહોચ્યો, 133 ભારતીયો લાપત્તા
August 26, 2026 07:05 PMનેપાળમાં અચાનક કેમ આવ્યું વિનાશક પૂર: સ્થાનિક વરસાદ નહીં પરંતુ હિમસ્ખલન અને ભૂકંપ બન્યા મુખ્ય કારણ
August 26, 2026 06:51 PMનેપાળમાં પૂરથી ભારે તારાજી: ચીન બોર્ડરને જોડતો 42 કિમી લાંબો હાઇવે તણાયો
August 26, 2026 06:47 PM11 હાઇડ્રોપાવર પ્લાન્ટ, 40 રસ્તા, 19 પુલ, 10થી વધુ બેંકો ધૂળધાણીઃ નેપાળમાં ભીષણ પૂરથી હાહાકાર
August 26, 2026 06:46 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
