કલ્યાણપુરના ગાગા ગામે મહિલા ઉપર હુમલો: ચાર શખ્સો વિરુધ્ધ નોંધાવાતી ફરિયાદ

  • June 07, 2025 10:59 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દંપતીને માર મારવા અંગે સમા પક્ષે ત્રણ શખ્સો સામે નોંધાવાતી ફરિયાદ

કલ્યાણપુર તાલુકાના ગાગા ગામે રહેતા ગીતાબેન વીરેન્દ્રસિંહ વાઢેર નામના 40 વર્ષના મહિલાનો પુત્ર તેમની વાડીએથી ગાયને નાખવાનો ચારો લઈ આવ્યો હતો. જે બાબતે થયેલી બોલા ચાલી બાદ આરોપી ઓઘુભા ધીરુભા વાઢેર, વિલાસબા ઓઘુભા વાઢેર, જાનકીબા ઓઘુભા વાઢેર અને વૈશાલીબા ઓઘુભા વાઢેરએ એકસંપ કરીને ગીતાબેનને બિભત્સ ગાળો કાઢી, લાકડી તથા પથ્થરના છુટ્ટા ઘા મારીને ઇજાઓ કર્યાની ફરિયાદ કલ્યાણપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.

જ્યારે આ પ્રકરણમાં સામા પક્ષે રામસંગ ઉર્ફે ઓઘુભા ધીરુભા વાઢેર નામના 45 વર્ષના યુવાને વિરેન્દ્રસિંહ ઉર્ફે વિપુલસિંહ પ્રવિણસિંહ વાઢેર, ગીતાબા વિરેન્દ્રસિંહ અને કિશનસિંહ વિરેન્દ્રસિંહ વાઢેર સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી રામસંગ ઉર્ફે ઓઘુભા વાઢેર તેમની વાડીએથી પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે આરોપી વિરેન્દ્રસિંહ પ્રવિણસિંહ વાઢેર કથિત ખોટી રીતે બોલાચાલી કરી, ઉશ્કેરાઈને ફરિયાદી તેમજ તેમના પત્ની વિલાસબા રામસંગ વાઢેરને લાકડી તેમજ પથ્થરના છુટા ઘા મારી, ઇજાઓ પહોંચાડી હતી. જે અંગે કલ્યાણપુર પોલીસમાં સામા પક્ષે પણ ત્રણ સામે ગુનો નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application