પોરબંદર વિધાનસભા વિસ્તારના ૩૨ તળાવને ૧૭ કરોડના ખર્ચે ઊંડા અને પહોળા કરવાની કામગીરી શ થઈ છે. પોરબંદર વિધાનસભા વિસ્તારના ગામડાઓમાં ૩૨ જેટલા તળાવોને ૧૭ કરોડના ખર્ચે ઊંડા અને પહોળા કરવાના કામને સરકાર દ્વારા મંજુરી આપવામાં આવી છે. આ તળાવોને ઊંડા અને પહોળા કરવાના કામનું ખાતમુહૂર્ત પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા અને પુર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા સહિત અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયા અને જિલ્લા ભાજપના આગેવાનો સાથે કર્યુ.પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખભાઈ માંડવીયા પણ આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વર્ચ્યુઅલી હાજર રહ્યા હતા.તળાવોને ઊંડા અને પહોળા કરવાથી પાણીની સંગ્રહ શક્તિ વધશે, જેના કારણે જળ સંચયની સાથે ખેડૂતોની સિંચાઈ સુવિધામાં પણ મોટે પાયે વધારો થશે.આ તળાવોને ઊંડા અને પહોળા કરવાની મંજુરી આપવા માટે હું રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકારનો આભાર માનું છું તેમ અર્જુન મોઢવાડિયાએ અંતે ઉમેર્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રોજેકટ પા પા પગલી અંતર્ગત ‘બાલક પાલક સર્જન’ કાર્યક્રમ યોજાયો
May 23, 2025 06:33 PMઈસ્કોનબ્રિજ અકસ્માત: તથ્ય પટેલને માતાની સારવાર માટે 4 દિવસના હંગામી જામીન મંજૂર
May 23, 2025 06:28 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech