પોરબંદરમાં પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત યોજાયો વર્કશોપ

  • May 23, 2025 03:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરમાં આઈ.સી.ડી.એસ. વિભાગ દ્વારા પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ.
પોરબંદરમાં સંકલિત બાળ વિકાસ સેવા(આઈ.સી.ડી.એસ.) દ્વારા જિલ્લા પંચાયત ખાતે પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત વર્કશોપ યોજાયો હતો.જિલ્લાના ઇન્ચાર્જ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી  બી.બી ચૌધરીએ પોષણ સંગમ કાર્યક્રમ અંતગર્ત માર્ગદર્શન આપ્યુ હતુ.ત્યારબાદ પુર્વીબેન પંચાલ, વિભાગીય નાયબ નિયામક, રાજકોટ ઝોન એ સી.એમ.એ.એમ. એન્ડ ઈ.જી.એફ. પોષણ સંગમ કાર્યક્રમનું મહત્વ તેમજ કુપોષણ વિશે જાણકારી આપી હતી.તેમજ અમીબેન પટેલ, નિયામક, જેન્ડર રીર્સોસ સેન્ટર ગાંધીનગર દ્વારા પોષણ સંગમ અને સી-મેમ કાર્યક્રમ વિશે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા, પોષણ સંગમ મોબાઈલ એપ્લીકેશન બાબતે જાણકારી આપી હતી. પ્રોગ્રામ ઓફિસર વિજયભાઈ જોશીએ ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કર્યુ હતુ.તેમણે સમુદાય આધારિત વ્યવસ્થાપન  ૧૦ પગલાનું મહત્વ તેમજ કુપોષણ વિશે જાણકારી આપી હતી. તેમણે પોષણ અંગેની જાગૃતતા તેમજ સી-મેમ અને ઈ.જી.એફ. કાર્યક્રમની અગત્યતાનું વ્યુહાત્મક આયોજન તેમજ પોરબંદર જિલ્લાનાં ન્યુટ્રીશનલ સ્ટેટસ વિશે જાણકારી આપી સમગ્ર જિલ્લામાં પોષણ સંગમ કાર્યક્રમના શુભારંભ તથા અમલવારી અંગે વિગતવાર માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં ટેક હોમ રેશન પેકેટ અને પૂર્ણા યોજના તેમજ રાજ્યની કચેરી તરફથી ફાળવેલ સી-મેમ અને ઈ.જી.એફ.  પોષણ સંગમ કાર્યક્રમનું સાહિત્યના સ્ટોલ દ્વારા લોકોને માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ વર્કશોપમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તાલુકા હેલ્થ ઓફિસરો, મેડીકલ ઓફિસરો, આર.બી.એસ.કે.તેમજ સરપંચ  નવીબંદર અને ભોમીયાવદર, પોરબંદર જિલ્લાના તમામ બાળ વિકાસ યોજના અધિકારીઓ, તમામ મુખ્યસેવિકાઓ, બ્લોક કો.ઓર્ડીનેટર એન.એન.એમ., બ્લોક પી.એસ.ઇ., પ્રોગ્રામ ઓફિસરની કચેરીના જિલ્લાકક્ષાના તમામ કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application