પતાવી દેવાની ધમકી : ચાર શખ્સ સામે ફરીયાદ
જામનગરના મહાપ્રભુજીની બેઠક વિસ્તારમાં એક યુવાનને ઢીકાપાટુનો માર મારીને પતાવી દેવાની ધમકી દીધાની કુલ ચાર સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે.
જામનગરના ચુનાના ભઠ્ઠા નજીક રહેતા સેન્ટીંગનું કામ કરતા સાજીદ વલીમામદ તાયાણી (ઉ.વ.૪૨) નામનો યુવાન તા. ૫ના રોજ રીક્ષા લઇને જતો હતો ત્યારે બે અજાણ્યા શખ્સોએ પોતાનું મોટર સાયકલ લઇને નીકળેલા અને ફરીયાદી સાથે બોલાચાલી કરી હતી ત્યાર બાદ ફરીયાદી સેન્ટોજા સોસાયટીમાં કામ ઉપર જતા હતા ત્યારે આરોપીઓ બાઇકમાં આવીને ચારેયએ સાથે મળીને અપશબ્દો બોલી ઢીકાપાટુનો માર માર્યો હતો.
આરોપી પરેશે અમારી વચ્ચે આવતો નહી નહીતર જાનથી પતાવી દેશુ તેવી ધમકી દીધી હતી આ અંગે સાજીદભાઇએ સીટી-એ ડીવીઝનમાં પરેશ સતવારા તથા ૩ અજાણ્યા ઇસમો વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.
કનસુમરા પાટીયા પાસે ટ્રકે બાઇકને ઠોકર મારતા યુવકને ઇજા
જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે ટ્રકે બાઇકને ઠોકર મારતા એક યુવાનને બંને પગમાં ફ્રેકચર જેવી ઇજા પહોચી હતી.
જામનગરના ખોજા ગેઇટ વિસ્તાર આંબલી ફળીમાં રહેતા ઓસમાણ ઇબ્રાહીમભાઇ ચીતરીયા (ઉ.વ.૪૪) એ ગઇકાલે પંચ-બીમાં ટ્રક નં. જીજે૧૦ટીવાય-૧૫૪૧ના ચાલક સામે ફરીયાદ નોંધાવી હતી.
કાલાવડમાં વર્લી મટકાનો જુગાર
કાલાવડના સીનેમા રોડ પર વર્લી મટકાનો જુગાર રમતા શખ્સને પકડી લેવામાં આવ્યો હતો. કાલાવડની સીપાહી શેરીમાં રહેતા અમઝદખાન જુસબખાન પઠાણ નામના શખ્સને સીનેમા રોડ પર જાહેરમાં વર્લી મટકાના આંકડાનો જુગાર રમતા સ્થાનીક પોલીસે રોકડ ૧૪૦૦ અને આંકડા લખેલી ચિઠ્ઠી સાથે પકડી લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઅમદાવાદ વિમાન દુર્ઘટના: DNA સેમ્પલ મેચનો આંક 80 થયો, 33 મૃતદેહ પરિવારને સોંપાયા
June 15, 2025 11:39 PMPF માંથી ક્યારે અને કેટલા પૈસા કાઢી શકાય? જાણો EPFO ના નવા નિયમો
June 15, 2025 09:16 PMગુજરાતના પનોતા પુત્રને વિદાય: રૂપાણીના નિધનથી રાજકીય શોક
June 15, 2025 08:53 PMઅમદાવાદ વિમાન દુર્ઘટના RATને કારણે થઈ! ભૂતપૂર્વ યુએસ નેવી પાઇલટે કર્યો ખુલાસો
June 15, 2025 06:17 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech