જામનગરમાં જન્માષ્ટમીના આકર્ષક ફલોટસ સાથે સાર્વજનિક શોભાયાત્રા નીકળી
સંતો-મહંતો અને જુદા-જુદા ક્ષેત્રના આગેવાનો જોડાયા: ઠેર ઠેર મટકી ફોડ, કાન્હાને મારૂ માખણ સાથે શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું
છોટીકાશી જામનગરમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની ૨૦મી ભવ્ય સાર્વજનિક શોભાયાત્રા નીકળી હતી. ૨૦ સ્થળોએ મટકી ફોડ અને કાન્હાને મારું માખણ આયોજન સાથે ધર્મમય માહોલ જોવા મળ્યો હતો. ઠેર ઠેર શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું.
જામનગરમાં જન્માષ્ટમીના કૃષ્ણ જન્મોત્સવનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. સતત ૨૦મા વર્ષે શ્રી ૫ નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતેથી શ્રી કૃષ્ણ પ્રણામી ધર્માચાર્ય અનંત વિભૂષિત જગદગુરુ આચાર્ય કૃષ્ણમણિજી મહારાજ, ૧૦૮ લક્ષ્મણદેવજી મહારાજ, ૧૦૮ દિવ્યચેતન્યજી મહારાજ સહિતના સંતો-મહંતો, મેયર મોનિકાબેન વ્યાસ, ડેપ્યુટી મેયર રાકેશભાઈ ડેર, દંડક પ્રવિણાબેન રુપડીયા, જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. વિનુભાઈ ભંડેરી, હાપા માર્કેટિંગ યાર્ડના ચેરમેન મુકુંદભાઈ સભાયા,વેપારી અગ્રણી ભીખુભાઈ વારોતરીયા, શ્રી કૃષ્ણ જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા સમિતિના કિંજલ કારસરીયા, દિલીપભાઈ આશર, ભીમશીભાઈ પીઠિયા, કિશનભાઈ વસરા, સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાગવતાચાર્ય પ્રહલાદ શાસ્ત્રીજીએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજા-અર્ચના કરાવ્યા બાદ ભવ્ય સાર્વજનિક શોભાયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.
આ વર્ષે શોભાયાત્રામાં શ્રી ૫ નવતનપુરી ધામ-ખીજડા મંદિર ટ્રસ્ટ, શ્રી આણદાબાવા સેવા સંસ્થા, મોટી હવેલી- વ્રજ વલ્લભ સોશિયલ ગ્રુપ, શ્રી ગાયત્રી શક્તિ પીઠ, ખોડલધામ, વિશ્વ હિન્દુ પરિષદ - બજરંગ દળ, ગૌ સમ્માન આહ્વાન અભિયાન, જામનગર લોહાણા મહાજન, સમસ્ત બ્રહ્મ સમાજ, જિલ્લા શહેર સૌરાષ્ટ્ર કચ્છ, હરે કૃષ્ણ વાળા (રાજુભાઈ કાન્ત), પ્રણામી ગ્લોબલ સ્કૂલ, હેમંતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, હરિદાસ (બાબુભાઈ) જીવણદાસ લાલ ચેરીટેબલ ટ્રસ્ટ, લેઉવા પટેલ સેવા સમાજ, આંતરરાષ્ટ્રીય કુર્મી સેના, સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો ઓપરેટીવ સોસાયટી, સહિતની સંસ્થાઓના પ્રતિનિધિઓ દ્વારા પોતાના ધાર્મિક ફ્લોટસો સાથે શોભાયાત્રામાં જોડાયા હતા.
શ્રી કૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રા ખીજડા મંદિર ખાતેથી પ્રસ્થાન કર્યા બાદ હવાઈ ચોક ખાતે ધર્મ ધજા લહેરાવાઈ હતી. જ્યાં હવાઈ ચોક મિત્ર મંડળના મનીષભાઈ કનખરા, કોર્પોરેટર ધવલભાઈ નાખવા, અમરભાઈ કનખરા અને તેની ટીમ દ્વારા સ્વાગત કરી મટકી ફોડ કરવામાં આવ્યું. ત્યાંથી ચાકડા મંદિર પીપળેશ્વર મિત્ર મંડળ દ્વારા મટકી ફોડ થયું, ત્યાંથી સેન્ટ્રલ બેન્ક વિસ્તારમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મટકી ફોડ કરાયું હતું. ત્યાંથી બર્ધન ચોક અને દરબારગઢ વિસ્તારમાં સિંધી વેપારી મંડળના કમલેશભાઈ, ભોલાભાઈ અને સિંધી વેપારી એસોસિએશન તેમજ પૂર્વ મંત્રી પરમાનંદભાઈ ખટ્ટર સહિતના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું. તેમજ મટકીફોડ અને ડ્રાયફ્રુટ દૂધ પ્રસાદ વિતરણ કરાયું હતું. ત્યાંથી દરબારગઢ વિસ્તારમાં વિરાટ બજરંગદળ દ્વારા સ્વાગત અને મટકીફોડ કરાયું હતું, પોસ્ટ ઓફિસ પાસે સમસ્ત ભોઈ સમાજ દ્વારા કોર્પોરેટર એડવોકેટ સંજયભાઈ દાઉદીયા, ભાર્ગવ જેઠવા સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ ડી.જે. સાથે મટકી ફોડ યોજી શોભાયાત્રાનું અદકેરું સ્વાગત સન્માન કરાયું હતું. બાદ ચાંદી બજારમાં જામનગર વેપારી મહામંડળના સુરેશભાઈ તન્ના અને તેમની ટીમ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત પ્રસાદ વિતરણ કરી મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો જ્યાં રાસ ગરબા પણ થયા હતા. ત્યાંથી ગાંધીજીના બાવલા પાસે કચ્છી ભાનુશાળી સમાજના અગ્રણીઓ દ્વારા સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું. બાદમાં ગણેશ ફળી- પ્રાણનાથ મેડી મંદિર પાસે સાર્વજનિક શોભાયાત્રાનું આંતરરાષ્ટ્રીય કુર્મી સેના દ્વારા સ્વાગત અને મટકી ફોડ યોજવામાં આવ્યું. જ્યાંથી શોભાયાત્રા પ્રસ્થાન કરી સજુબા સ્કૂલ વિસ્તારમાં પહોચતા જ જામનગર ખોડલધામ સમિતિ દ્વારા આયોજિત મટકી ફોડ કરાયું હતું. ત્યાંથી વેસ્ટ ઇન્ડિયા, ખાદી ભંડાર પાસે મટકી ફોડ બાદ પરમાનંદ સ્ટીલ પાસે પૂ. શ્રી ગુરુ સુખરામદાસ મસંદ (રોહડીવાળા) મંદિર, સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા શોભાયાત્રા નું સ્વાગત કરવામાં આવ્યું અને પ્રસાદ વિતરણ કરાયું હતું. સ્વામિનારાયણ મંદિર પાસે કોઠારી સ્વામી ચતુર્ભુજ સ્વામીજીએ શોભાયાત્રાનું સ્વાગત કરી આવકારી હતી. ત્યાંથી બેડી ગેઈટ વિસ્તારમાં શોભાયાત્રા પહોચતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત મટકી ફોડ કરાયું. ઇન્દ્રપ્રસ્થ કોમ્પલેક્ષ પાસે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા મટકીફોડ યોજાયું અને શોભાયાત્રાનું સ્વાગત કરાયું હતું બાદમાં પંચેશ્વર ટાવર પાસે ભરવાડ સમાજ જામનગરના કમલેશભાઈ ભરવાડ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ કરવામાં આવ્યું. ત્યારબાદ સત્યનારાયણ મંદિર રોડ તરફ જતા કંદોઈની વાડી પાસે, ગિરનારી પાન પાસે ઉમેશભાઈ અને તેની ટીમ દ્વારા મટકી ફોડ નો કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત સત્યનારાયણ મંદિર રોડ પર સવાસો વર્ષથી વધુ પ્રાચીન શ્રી સત્યનારાયણ મંદિરનાં મુખ્યાજી દર્શનભાઇ વૈદ્ય તથા શ્રી સત્યનારાયણ સેવા ટ્રસ્ટનાં હોદ્દેદારો અને ભક્તગણ દ્વારા શોભાયાત્રાનું પુષ્પવર્ષા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મટકીફોડ પણ યોજાયું હતું. આ વર્ષે ૨૦મી શ્રીકૃષ્ણ જન્માષ્ટમીની સાર્વજનિક શોભાયાત્રામાં ૨૦થી વધુ આકર્ષક ધાર્મિક ફ્લોટ્સ જોડાતાં સમગ્ર રાજમાર્ગો પજય શ્રી કૃષ્ણથના નાદથી ગુંજી ઉઠ્યા હતા. પહર ઘર ભગવાથ અભિયાન અને વિવિધ સામાજિક-ધાર્મિક સંસ્થાઓના સહયોગથી શહેરભરમાં કૃષ્ણમયી માહોલ સર્જાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationટીવી ચેનલો કોર્ટ સુધી પહોંચી, તો વ્હાઇટ હાઉસે પોતાની ચેનલ શરૂ કરી દીધી, નામ ટ્રમ્પ ટીવી
September 22, 2026 11:11 AMહડતાળની જાહેરાતથી સરકાર ચિંતિત, બેંક કર્મીઓને પૂછ્યું 5 દિવસનું શું પ્લાનિંગ?
September 22, 2026 11:04 AMઅમેરિકામાં આગ બુઝાવવા ગયેલું હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઇલટના મોત
September 22, 2026 10:53 AMયુરોપના ચાર દેશોએ યુએનમાં કાયમી સભ્યપદ માટે ભારતનું સમર્થન કર્યું
September 22, 2026 10:48 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
