જામનગર: કાલાવડમાં ખૂનની કોશિષ અને જસદણના નાર્કોટીકસ કેસમાં આરોપી ઝબ્બે

  • October 17, 2026 01:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: કાલાવડમાં ખૂનની કોશિષ અને જસદણના નાર્કોટીકસ કેસમાં આરોપી ઝબ્બે

કાલાવડ ટાઉન તથા જામનગર એલસીબીની સંયુકત કાર્યવાહી : કુલ પાંચની અટક 

કાલાવડ ટાઉનમાં ખુનની કોશિષ તથા રાજકોટના જસદણ પોલીસ સ્ટેશનના નાર્કોટીકસના ગુનામાં ફરારી આરોપીને પકડી લેવામાં આવ્યો છે. જામનગર એલસીબી અને કાલાવડ ટાઉન પોલીસની સંયુકત કામગીરીમાં પાંચ આરોપીને પકડી લેવાયા છે. 

ગત તા.૧૩/૧૦/૨૦૨૬ ના રાત્રીના ફરીયાદી મનોજભાઈ દિનેશભાઈ ગોહિલ રહે- કાશ્મીરપરા, કાલાવડ વાળાને આરોપી લતીફ ઓસમાણભાઇ સમા,  મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઇ ઓડીયા, સુલતાન શેખ ફકીર કાલાવાડ, વિગેરે અજાણ્યા ઇસમો વિરૂધ્ધ ફરીયાદ જાહેર કરેલ જેમા ફરીયાદીના ભત્રીજા દિલીપ ગોહીલ છોકરીને ભગાડી ગયેલ,ત્યારે આરોપીએ દિલીપ ગોહિલને માર મારેલ  ત્યારથી ફરીયાદી તથા આરોપીને વાદવિવાદ ચાલતા હતા જે ખાર રાખી આરોપી લતીફ સમાએ તેમના સહઆરોપીઓ સાથે મળી પુર્વ આયોજીત કાવતરૂ રચી ગેરકાયદેસર મંડળી રચી  છરી ઘોકા તથા પાઇપ જેવા પ્રાણઘાતક હથીયારો સાથે સજજ થઇ ફરીયાદીનુ ખૂન કરી નાખવાના ઇરાદે  આરોપીએ ફરીયાદી ને છરી વડે ગંભીર ઇજા કરી ગુનો કરેલ હતો, (કાલાવડ ટાઉન પો.સ્ટેશનમાં બી.એન.એસ કલમ ૬૧, ૧૦૯ (૧), ૧૧૫ (૨), ૧૧૮(૧), ૧૧૮(૨), ૧૮૯(૪), ૧૯૧ (૨), ૧૯૧(૩) ,૧૯૦) મુજબ નોંધાઇ હતી.

રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા જામનગર પોલીસ અધીક્ષક ડો.રવિ મોહન સૈનીએે ખૂનની કોશિષના આરોપીઓને પકડી પાડવા સુચના કરેલ હોય જેથી જામ ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક પિયુષ વાંદાના સુપરવિઝન હેઠળ એલ.સી.બી.પો.ઇન્સ.વી.બી.ચૌધરી તથા કાલાવડ ટાઉન પો.ઇન્સ પી.ટી જયસ્વાલ નાઓ તથા એલ.સી.બી. /એસ.ઓ.જી તથા કાલાવડ ટાઉન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફ ની ટીમો ધ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સેલની મદદ મેળવી જરૂરી વર્ક આઉટ કરી આરોપીઓ અંગે માહિતી મેળવવામા આવેલ. 

દરમ્યાન એલ.સી.બી/એસ.ઓ.જી તથા કાલાવડ ટાઉન પો.સ્ટે ના સર્વેલન્સ સ્ટાફ ની અલગ અલગ  ટીમો બનાવી મળેલ બાતમી આધારે  કાલાવડ ટાઉન કબ્રસ્તાન પાણીના ટાંકા પાસે થી પાંચેય આરોપીઓને કોર્ડન કરી પકડી લીધા હતા.

અટક કરેલ આરોપીમાં અબ્દુલલતીફ ઓસમાણભાઇ સમા  સંધી  ઉવ.૨૯ ધંધો મજુરી  રહે. કાલાવડ પંજેતરનગર તા. કલાવાડ જી-જામનગર, મુનાફ ઉર્ફે મુસાભાઈ હારૂનભાઇ ઓડીયા   રહે. કાલાવડ, સફાન શાબીર  શેખ ઉવ.૩૧  રહે-કાલાવડ નાકા બહાર, મહમદફૈઝલ સલીમ ભગાડ ઉવ. ૨૧  રહે. જામનગર વિકટોરીયા પુલ, બારદાનવારા પાસે, સુલતાનશા કરીમશા શેખ ઉવ ૩૧ રહે. કાલાવડ કાશ્મીર પરા તા- કાલાવડનો સમાવેશ થાય છે.

આરોપી અબ્દુલ લતીફ સામે કાલાવડ ટાઉનમાં ૬ ગુના, ખેડા જીલ્લા, પંચ-એ, સીટી-એ, ભકિતનગર, જસદણ, પંચ-એમાં મળી ૧૨ ગુના નોંધાયા છે. મુનાફ સામે કાલાવડમાં ૬ અને ભકિતનગર તથા પંચ-એમાં એક-એક ગુના દાખલ થયેલ છે.   

તેમજ રાજકોટ રૂરલ જસદણ પો.સ્ટેશનમાં ૨૦૨૬ એન.ડી.પી.એસ કલમ- ૨૦(બી), (સી) ૨૯  ગુનામા આરોપી લતીફ ઓસમાણભાઇ સમા  રહે. કાલાવડ પંજેતરનગર વાળો ગેરકાયદેસર રીતે ગાંજો   વજન ૧૦૮ કિલો ૩૩૧ ગ્રામ કિ. ૫૪,૧૬ ૫૫૦/ તથા  અન્ય મુદામાલ કુલ મળી કિં ૮ ૪,૩૧,૫૫૦/- ના ગુનામા  ફરારી હોય ધરપકડ વોરંટ ઇસ્યુ થયેલ હોવાનું જાણવા મળેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application