હવામાન વિભાગની આગાહી પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક

  • August 01, 2026 05:27 PM 

હવામાન વિભાગની આગાહી પગલે દેવભૂમિ દ્વારકા જિલ્લા વહીવટી તંત્ર સતર્ક

નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લઈ તાલુકા કક્ષાની સ્થિતિઓનો તાગ મેળવ્યો

સમગ્ર રાજ્યની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હવામાન વિભાગ દ્વારા ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પગલે જિલ્લા કલેકટર રાજેશ તન્ના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે.

આ તૈયારીઓ ભાગરૂપે આજરોજ નિવાસી અધિક કલેકટર એમ.વી.દેસાઈએ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રની મુલાકાત લઈ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહીના અનુસંધાને અગમચેતીના પગલાં લેવા જરૂરી સૂચનો આપવામાં આવ્યા હતા તેમજ તાલુકા ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના સંપર્ક કરી તાલુકાની પરિસ્થિતિનો તાગ મેળવી અને તમામ અધિકારીઓ તથા કર્મચારીઓને સતર્ક રહેવા તેમજ તકેદારીના તમામ પગલાઓ લેવા સૂચના આપવામાં આવી હતી. 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તા.૦૧/૦૮/૨૦૨૬ની બપોરના ૧૨ વાગ્યા સુધીની વરસાદની સ્થિતિ જોઈએ તો, ખંભાળિયા તાલુકામાં ૨૦ મી.મી, ભાણવડ તાલુકામાં ૧૪ મી.મી, કલ્યાણપુર તાલુકામાં ૧૧ મી.મી તથા ઓખામંડળ તાલુકામાં શૂન્ય નોંધાયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application