જામનગરમાં શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોમાં પાણીનો પોકાર..!
ગંભીર સંકટ: જિલ્લામાં ખેતી માટે સિંચાઇનું પાણી બંધ, ખેતરોમાં આવેલા મોટાભાગના બોર-કુવામાં પાણી ડૂકી ગયા, વાવેતર કરવું કેમ..? સો મણનો સવાલ
ઓછા પાણીએ થતાં જીરૂ, ચણાના વાવેતરની શકયતા: ઘઉં, ધાણા, રાયડો, લસણ, ડુંગળીના પાકમાં વધુ પિયતની જરૂર હોય મહદઅંશે વાવેતર અશકય
જામનગર જિલ્લામાં શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોમાં પાણીનો પોકાર જોરશોરથી ઉઠ્યો છે. કારણ કે, અપૂરતા વરસાદના કારણે જિલ્લામાં સિંચાઇ માટે પાણી બંધ છે. ખેતરોમાં આવેલા મોટાભાગના બોર-કૂવામાં પાણી ડૂકી ગયા છે. આથી શિયાળુ પાકનું વાવેતર કરવું કેમ તે સો મણનો સવાલ ખેડૂતોમાં ઉઠ્યો છે. આ ક૫રી સ્થિતિમાં ઓછા પાણીએ થતાં શિયાળુ પાક જીરૂ, ચણાના વાવેતરની જૂજ શકયતા છે. જો કે, ઘઉં, ધાણા, રાયડો, લસણ, ડુંગળીના પાકમાં વધુ પિયતની જરૂર હોય મહદઅંશે વાવેતર અશકય જેવી સ્થિતિ પ્રર્વતી રહી છે.
જામનગર શહેર-જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસામાં મેઘરાજા મન મૂકીને વરસ્યા નથી. આથી વરસાદની ભારે ઘટ પડી છે. જેના કારણે જિલ્લાના મોટાભાગના જળાશયો મેદાનમાં ફેરવાયા છે. આથી પાણીની મોકાણ ઉભી થઇ છે. હાલમાં સૌની યોજના દ્વારા જળાશયોમાં નર્મદાના નીર ઠાલવી પીવાના પાણી વિતરણનું ગાડું ગબડાવામાં આવી રહ્યું છે. આ કપરી સ્થિતિમાં જિલ્લામાં કૃષિ પર ગંભીર સંકટ સર્જાયું છે. કારણ કે, હાલમાં જિલ્લામાં જેટલા જળાશયોમાં પાણી છે તે પીવા માટે અનામત રાખવામાં આવ્યું છે. બીજી બાજુ જે ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાના નીર ઠલવાઇ રહ્યા છે તે જથ્થો પણ પીવાના પાણી માટે અકબંધ રાખવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં કૃષિમાં સિંચાઇ માટે પાણી વિતરણ સદતર બંધ છે. બીજી બાજુ અપૂરતા વરસાદના કારણે જિલ્લાના ખેતરોમાં આવેલા મોટાભાગના બોર-કૂવા ડૂકી ગયા છે. ચેકડેમ અને નદી-તળાવ પણ સૂકાભઠ્ઠ બન્યા છે. આ કારણોસર જિલ્લામાં શિયાળુ પાકના વાવેતર માટે ખેડૂતોમાં પાણીનો પોકાર જોરશોર ઉઠયો છે.
આટલું જ નહીં પાણી વગર શિયાળુ પાકનું વાવેતર કરવું કેમ તે સો મણનો સવાલ છે. જિલ્લામાં જે ખેડૂતોએ એકાદ કે બે પાણીની સગવડ બચી છે તેઓ ઓછા પાણીએ થતાં શિયાળુ પાક જીરૂ અને ચણાનું વાવેતર કરે તેવો મત કૃષિ તજજ્ઞોએ વ્યકત કર્યો છે. જયારે વધુ પિયતે થતાં ઘઉં, રાયડો, ધાણા, લસણ અને ડુંગળી સહીતના પાકનું પાણીની સુવિધા વગર વાવતેર કરવું મહદઅંશે અશકય હોય તેવી સ્થિતિ જિલ્લામાં પ્રર્વતી રહી હોય ખેડૂતો જાયે તો જાયે કહાં અને શું કરવું તે અંગે ભારે મૂંઝવણની સાથે ચિંતા અનુભવી રહ્યા છે. આશ્ર્ચર્યની વાત એ છે કે, તંત્ર અને સરકાર દ્વારા પીવાના પાણી માટે આગોતરા આયોજન કરવામાં આવી રહ્યા છે. પરંતુ અર્થતંત્ર માટે કૃષિ પણ ખૂબ જ જરૂરી હોય ખેતીમાં સિંચાઇ માટે પાણી અંગે કોઇ મગનું નામ મરી પાડવામાં ન આવતા અનેક સવલા ઉઠયા છે. જો શિયાળુ પાકનું પુરતું વાવેતર નહીં થાય તો ઘઉં સહીતની જણસોના ભાવ આસમાને પહોંચશે. આ ભાવ વઘારાનો ડામ નાગરિકોને સહન કરવો પડશે તેમાં બેમત નથી. એકબાજુ મોંઘવારી દીન-પ્રતિદીન કૂદકે અને ભૂસકે વધી રહી છેે ત્યારે જીવન જરૂરી ઘઉંના ભાવમાં વધારાની શકયતાથી લોકોની મુશ્કેલી વધશે.
ઘણાં ગામડાઓમાં વાવણીલાયક વરસાદ ન થતાં મુશ્કેલી બેવડાઇ:
જામનગર જિલ્લાના ઘણાં ગામડાઓમાં ચાલુ વર્ષે વાવણીલાયક વરસાદ થયો નથી. આ સ્થિતિમાં સિંચાઇ માટે પાણી બંધ છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલી બેવડાઇ છે. આટલું જ નહીં આગામી દીવસોમાં પણ સિંચાઇ માટે પાણી આપવામાં આવે તેવી કોઇ શકયતા નથી. આથી આ ગામડાઓમાં તો શિયાળુ પાકના વાવેતરની ખૂબજ ધૂંધળું છે. હાલમાં નદી અને ડેમ કાંઠાના વિસ્તારોમાં કે જયાં થોડી પિયતની શકયતા છે તે વિસ્તારોમાં ઓછા પાણીમાં થતાં શિયાળુ પાકના વાવેતરની નજીવી શકયતા છે.
જિલ્લામાં ગત વર્ષે ૧૪ નવેમ્બરથી શિયાળુ પાકનું વાવેતર થયું તું:
જામનગર જિલ્લામાં ગત વર્ષે ૧૪ નવેમ્બરથી શિયાળુ પાકનું વાવેતર શરૂ થયું હતુું. જો કે, ગત વર્ષે મેઘરાજાએ પાછોતરી મહેર કરી હતી. આથી શિયાળુ પાકનું વાવેતર મોડું થયું હતું. પરંતુ આ વર્ષે તો વરસાદની ભારે ઘટ છે. આ સ્થિતિમાં શિયાળુ પાકનું વાવેતર થશે કે કેમ તે એક સળગતો સવાલ છે. આથી ખેડૂતોને ગંભીર આર્થિક ફટકો પડશે તેમાં બેમત નથી. આટલું જ નહીં પાકની ગુણવતા અને ઉત્પાદન પણ ઘટશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationઆજકાલ થનગનાટ રજવાડી રાસોત્સવમાં રંગત જામી
October 17, 2026 05:39 PMજામનગરમાં દુષ્કર્મના કેસમાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ
October 17, 2026 04:43 PMજામનગર: ઇન્ટર-હાઉસ ક્રોસ-કન્ટ્રી ચેમ્પિયનશિપ ૨૦૨૬-૨૭માં 'સરદાર પટેલ હાઉસ' વિજેતા
October 17, 2026 03:43 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
