જામનગર વ્યાજખોરી - ખંડણી કેસમાં પોલીસકર્મી સહિત ચારના આગોતરા મંજુર

  • September 22, 2026 04:24 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર વ્યાજખોરી - ખંડણી કેસમાં પોલીસકર્મી સહિત ચારના આગોતરા મંજુર


જામનગરમાં ચકચારી વ્યાજખોરી-ખંડણી કેસમાં પોલીસકર્મી સહિત ચારના આગોતરા જામીન મંજુર કરાયા છે અને પ્રથમ વખત આરોપીની સીસીટીવી દેખરેખ નીચે વકીલની હાજરીમાં પુછપરછ કરવાનો હુકમ ફરમાવ્યો છે.

ફરીયાદી પુષ્પરાજસીહ ધનશ્યામસીહ રાણા તેઓ સરકારી કોન્ટ્રાક્ટર હોય, તેમને પોલીસ કર્મી અજયસીંહ મહાવીરસીંહ ઝાલા પાસેથી સને ૨૦૨૪માં ૩૫ લાખ રૂપીયા ૩ ટકાના માસીક વ્યાજે લીધેલ, ત્યારબાદ સને ૨૦૨૫માં વધુ રૂપીયાની જરૂરત પડતા ફરી રૂા.૧૫ લાખ માસીક ૨૦ ટકાના વ્યાજે લીધેલ, આમ, તે દરમ્યાન વડોદરા ખાતે જઈ અને આ અજયસીંહ તેમના મિત્રો દિવ્યરાજસીહ ગંભીરસીહ વાહેર, અજયસીંહ જયેન્દ્રસીહ વાહેર, યુવરાજસીહ લાલુભા ઝાલા તમામ ફરીયાદીના ઘરે ગયેલ અને ફરીયાદી પાસેથી બળજબરીપુર્વક લખાણ કરાવેલ અને અલગ અલગ ચેકો લઈ લીધેલ, ત્યારબાદ ફરીયાદી ઉપર ૨ કરોડની રકમની ચુકવણી માટે દબાણ કરવામાં આવેલ અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી, જેથી ફરીયાદીએ રાજકોટ ડી.આઈ.જી.ઓફીસે જઈ અને ત્યાં તેમની ફરીયાદ નોંધાવેલ અને તે અંગેની ફરીયાદ જામનગર સીટી ’બી’ ડીવી.પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ જેના આધારે સીટની રચના કરીને તપાસ સોપવામાં આવી હતી.

આ ગુનામાં તમામ આરોપીઓએ આગોતરા જામીન અરજી દાખલ કરેલ, જે જામીન અરજીમાં સરકાર પક્ષે અને પોલીસ ધ્વારા દલીલો કરવામાં આવેલ તેમજ આરોપી પક્ષે દલીલો કરવામાં આવી હતીત. આ તમામ રજુઆતો બાદ  સેશન્સ કોર્ટ જામનગરે તમામ આરોપીઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલ, અને સાથોસાથ પોલીસ તપાસના કામે આરોપીની પુછપરછ કરે ત્યારે સીસીટીવી અને વકીલની હાજરીમાં પુછપરછ કરવાનો પણ સ્પેશ્યલ હુકમ ફરમાવેલ છે. આ કેશમાં આરોપીઓ અજયસિંહ મહાવીરસિંહ ઝાલા, દિવ્યરાજસિંહ ગંભીરસિંહ વાઢેર, અજયસિંહ જયેન્દ્રસિંહહ વાઢેર, યુવરાજસિંહ લાલુભા ઝાલા તરફે વકીલ રાજેશ ડી. ગોસાઈ, વિશાલ વાય. જાની, હરદેવસીંહ આર. ગોહીલ, રજનીકાંત આર. નાખવા, નિતેષ જી. મુછડીયા તેમજ કરણ કે. પટેલ રોકાયેલા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application
Recent News