જામનગરના નકલી દારૂકાંડમાં પોલીસની બે ટીમ દ્વારા અન્ય રાજયમાં તપાસ
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલ મધુવન સોસાયટીમાં પોલીસે તપાસ કરીને નકલી દારૂ બનાવવાના કાવતરાનો પર્દાફાશ કર્યો હતો, જેમાં ૩ સામે ગુનો દાખલ કરી તપાસ લંબાવવમાં આવી છે. બે શખ્સોની ધરપકડ કરીને ૧૨ દિવસના રીમાન્ડ પર લેવામાં આવ્યા હતો જયારે એક શખ્સની શોધખોળ આદરવામાં આવી છે. બે ટીમો રાજય બહાર તપાસ ચલાવી રહી છે.
જામનગના મધુવન સોસાયટીમાં ડુપ્લીકેટ દારૂનું કાવતરાનો એલસીબી અને સીટી-બી પોલીસે પર્દાફાશ કર્યા બાદ મુળ રાજસ્થાનના કરોલી જીલ્લાના ટોડાભીમ તાલુકાના મોહનપરાના વતની અને હાલ મધુવન સોસાયટી શેરી નં. ૨માં રહેતા સમંદરસિંગ ભરતસિંગ ખટાણા, રાજસ્થાનના વિષ્નુ ગુર્જર અને હાપા વેલનાથ સોસાયટીમાં રહેતા રિન્કુસીંગ પરશુરામસિંગ કુશવાહ અને તપાસમાં ખુલે તેની સામે સીટી-બી ડીવીઝનમાં ફરીયાદ નોંધવામાં આવી હતી.
પોલીસ દ્વારા આરોપી સમન્દરસિંગ ખટાણા અને રિન્કુસિંગ કુશવાહ આ બંનેની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરતા ૧૨ દિવસના રીમાન્ડ મંજુર થયા હતા અને વિષ્ણુ ગુજરની તપાસ ચલાવવામાં આવી રહી છે પકડાયેલા બંને શખ્સોની જીણવટભરી પુછપરછ અને વધુ પુરાવા એકત્ર કરવા તપાસનો ધમધમાટ એલસીબી દ્વારા ચલાવવામાં આવી રહયો છે, પોલીસની તપાસમાં આરોપીઓએ થોડા મહિના પહેલા કાવત ઘડયુ હતું મુંબઇથી ટ્રાન્સપોર્ટ મારફત ૧ હજાર લીટર કેમીકલ મંગાવ્યુ હતું અને એ પછી પોલીસની ભિંસ વધતા ગટરમાં નિકાલ કરાયો હતો જો કે સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમજ અલવરથી બ્રાન્ડેડ સ્ટીકર અને ઢાંકણા વિષ્ણુએ મોકલાવ્યા હોવાનું બહાર આવ્યુ હતું, જે અંગેની તપાસમાં વિગતો ખુલતા જામનગર પોલીસની બે ટીમો રાજય બહાર તપાસ માટે રવાના થઇ છે જેમાં એક ટીમ રાજસ્થાન તરફ અને બીજી ટીમ મહારાષ્ટ્ર મુંબઇ તરફ પહોચી છે.