જામનગર ડેન્ટલ કોલેજના ૧.૩૬ કરોડના કૌભાંડમાં આરોપીની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર
જિલ્લા સરકારી વકીલની દલીલો ગ્રાહ્ય રાખી સેશન્સ અદાલતનો હુકમ
જામનગરની સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં રોગી કલ્યાણ સમિતિના સરકારી ફંડમાંથી ૧,૩૬ કરોડના પ્રકરણમાં ચાર્જશીટ બાદ આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટે નામંજુર કરી છે.
વર્ષ ૨૦૨૫થી ૨૦૨૬ દરમિયાન આરોપી શોભિત રાજેન્દ્રપ્રસાદ ગર્ગ નેશનલ હેલ્થ મિશન, ગાંધીનગરના એન.એચ.એમ. ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ કર્મચારી તરીકે સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલમાં ફરજ બજાવતો હતો.
રોગી કલ્યાણ સમિતિને ગાંધીનગરથી મળતી સરકારી ગ્રાન્ટમાંથી દર્દીઓની સારવાર તેમજ સંસ્થાના આઉટસોર્સ કર્મચારીઓના પગાર સહિતના ખર્ચ કરવામાં આવતા હતા.
આરોપીએ રોગી કલ્યાણ સમિતિના સભ્યોની જાણ બહાર અલગ-અલગ તારીખે ચેકની રકમમાં કથિત રીતે ફેરફાર કરી તે ચેકો પોતાના બેંક ખાતામાં વટાવી લીધા હોવાનો આક્ષેપ છે. આ રીતે આરોપીએ પોતાના હોદાનો દુરુપયોગ કરી રૂ.૧,૩૬,૧૯,૩૫૦ જેટલી સરકારી રકમ મેળવી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હોવા અંગે ફરિયાદી દ્વારા તા.૧૯ મે, ૨૦૨૬ના રોજ જામનગરના સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
ફરિયાદની તપાસ દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી રિમાન્ડ બાદ તેને જેલ હવાલે કર્યો હતો. આરોપીએ ચાર્જશીટ પહેલાં પણ જામીન પર મુક્ત થવા અરજી કરી હતી, જે નામંજૂર થઈ હતી. ત્યારબાદ તપાસ પૂર્ણ થઈ ચાર્જશીટ રજૂ થયા બાદ આરોપીએ ફરીથી જામીન માટે સેશન્સ અદાલતમાં અરજી કરી હતી.
જામીન અરજીની સુનાવણી દરમિયાન જિલ્લા સરકારી વકીલ જમન કે. ભંડેરીએ અદાલત સમક્ષ દલીલ કરી હતી કે આરોપીનું નામ ફરિયાદમાં પહેલેથી જ દર્શાવવામાં આવ્યું છે અને તેની સામે ગુનાહિત વિશ્વાસઘાત જેવા ગંભીર પ્રકારનો ગુનો નોંધાયેલો છે. આરોપી દ્વારા રોગી કલ્યાણ સમિતિના અંદાજે રૂ.૧.૩૬ કરોડના સરકારી નાણાંની ગેરરીતિ કરવામાં આવી હોવાનો આક્ષેપ છે.
સરકારી વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે આ રકમ ગરીબ દર્દીઓની સારવાર તેમજ હોસ્પિટલના આઉટસોર્સ કર્મચારીઓના પગાર માટે મળેલી સરકારી ગ્રાન્ટ હતી. આરોપીએ સરકારી નાણાં પોતાના બેંક ખાતામાં મેળવ્યા બાદ સુરત, હરિયાણા તથા અન્ય રાજ્યોના શંકાસ્પદ ખાતાધારકો તેમજ ગુનાના સહઆરોપીના ખાતામાં રકમ ટ્રાન્સફર કરી હોવાની તપાસમાં વિગતો સામે આવી છે. બંન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જામનગરના ત્રીજા એડિશનલ સેશન્સ જજ આર.વી. માંડાણીએ આરોપી શોભિત રાજેન્દ્ર પ્રસાદ ગર્ગની ચાર્જશીટ બાદની જામીન અરજી નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationટીવી ચેનલો કોર્ટ સુધી પહોંચી, તો વ્હાઇટ હાઉસે પોતાની ચેનલ શરૂ કરી દીધી, નામ ટ્રમ્પ ટીવી
September 22, 2026 11:11 AMહડતાળની જાહેરાતથી સરકાર ચિંતિત, બેંક કર્મીઓને પૂછ્યું 5 દિવસનું શું પ્લાનિંગ?
September 22, 2026 11:04 AMઅમેરિકામાં આગ બુઝાવવા ગયેલું હેલિકોપ્ટર ક્રેશ, બંને પાઇલટના મોત
September 22, 2026 10:53 AMયુરોપના ચાર દેશોએ યુએનમાં કાયમી સભ્યપદ માટે ભારતનું સમર્થન કર્યું
September 22, 2026 10:48 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
