જામનગર: નાધુના સીમમાં ૩૩૬ બિયરના ટીન સાથે એક પકડાયો

  • August 22, 2026 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર: નાધુના સીમમાં ૩૩૬ બિયરના ટીન સાથે એક પકડાયો

એલસીબીના દરોડામાં ૩૩ હજારનો માલ કબ્જે : એક શખ્સની સંડોવણી ખુલી : નવાગામ ઘેડમાં દારૂ​​​​​​​-બિયર સાથે ટ્રાન્સપોર્ટનો ધંધાર્થી ઝબ્બે : સિકકામાં દેશી દારૂ​​​​​​​ અંગે દરોડા

જામનગર નજીક નાધુના સીમમાં વાડીની ઓરડીમાં એલસીબીએ દરોડો પાડી બિયરના ૩૩૬ ટીન સાથે એક શખ્સને દબોચી લીધો હતો, નવાગામ ઘેડમાં દારૂ​​​​​​​-બિયર મળી આવ્યા હતા અને ટ્રાન્સપોર્ટના ધંધાર્થીની અટક કરવામાં આવી હતી, સિકકામાં બે સ્થળે દેશી દારૂ​​​​​​​ અંગે દરોડા પાડવામાં આવ્યા હતા.

એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા દારૂ​​​​​​​-જુગારના કેશો શોધી કાઢવા એલસીબીને સુચના કરતા પીઆઇ વી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ભાટીયા અને સ્ટાફના અજયભાઇ, સુમિતભાઇ, ભયપાલસિંહને મળેલ બાતમી આધારે જામનગર તાબેના નાઘુના સીમમાં નિકુંજની વાડીની ઓરડીમાં આરોપી ભરત કેશુ ઝંડાલીયા (ઉ.વ.૩૩) રહે. નાઘુના સામા કાંઠે સાથે મળી બિયરનું વેચાણ કરે છે.

એલસીબીએ દરોડો પાડી ભરત ઝંડાલીયાને ૩૩૬ નંગ બિયરના ટીન કિ. ૩૩૬૦૦ના મુદામાલ સાથે પકડી લીધો હતો. બિયર જથ્થા વેચાણમાં ભાગીદાર વાડી માલિક નિકુંજ જમન ગધેથરીયા રહે. નાધુનાને ફરાર જાહેર કરવામાં આવ્યો હતો, બીજા દરોડામાં જામનગરના નવાગામ ઘેડ જસવંત સોસાયટીમાં રહેતા ટ્રાન્સપોર્ટના ધંધાર્થી ધર્મેન્દ્રસિંહ જીવુભા જાડેજાના મકાને સીટી-બી પોલીસે દરોડો પાડીને ઇંગ્લીશ દારૂની ૬ બોટલ અને બિયરના ૬૦ ટીન મળી ૧૪૭૦૦નો મુદામાલ કબ્જે લઇ દબોચી લીધો છે.

આ ઉપરાંત સિકકા હાઉસીંગ બોર્ડ ખાતે બ્રિજરાજસિંહ દિપસિંહ જેઠવાને ત્યાં સ્થાનીક પોલીસે દરોડો પાડી ૧૦ લીટર કાચો આથો જપ્ત કર્યો હતો અને વિરેન્દ્રસિંહ ઉર્ફે વિકકી કિરીટસિંહ જાડેજાને ત્યાંથી ૫ લીટર કાચો આથો મળી આવ્યો હતો. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application