જામનગરમાં શહેર અને ઝોનકક્ષાની એથ્લેટિકસ સ્પર્ધાનું આયોજન કરાયું
ક્રિકેટ બંગલો ખાતે યોજાયેલ સ્પર્ધામાં કુલ ૫૬૫ ખેલાડીઓએ ભાગ લીધો
જામનગર તા.૧૪ ઓકટોબર,રાજ્ય સરકારનાં રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હેઠળની સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા આયોજીત અને જિલ્લા રમત ગમત અધિકારી, જામનગર શહેર દ્વારા સંચાલીત અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) – ૨૦૨૪-૨૫ની ઝોનકક્ષા અને મહાનગરપાલીકા કક્ષાની એથ્લેટીક્સ અં. ૧૪,૧૭ અને ૧૯ વયજૂથની ભાઇઓ અને બહેનોની સ્પર્ધાનું આયોજન તા.૯ થી ૧૧ ઓકટોબર દરમિયાન અજીતસિંહજી ક્રિકેટ પેવેલીયન(ક્રિકેટ બંગલો), જામનગર ખાતે જિલ્લા રમત ગમત અધિકારી દ્વારા કરવામાં આવ્યુ હતુ.
આ સ્પર્ધામાં કુલ ૩૨૫ ભાઇઓ અને ૨૪૦ બહેનો એમ કુલ ૫૬૫ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં દરેક વયજૂથ અને કેટેગરીમાં વિજેતા થયેલાં ખેલાડીઓ અખીલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા (SGFI) – ૨૦૨૪-૨૫ રાજ્યકક્ષાએ એથ્લેટીક્સ સ્પર્ધામાં ભાગ લેશે. તેમ જામનગર જિલ્લા રમતગમત અધિકારીશ્રીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
++++++
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationપાકિસ્તાનની આડોડાઈ: ઈન્ડીગોના ૨૨૭ યાત્રીના જીવ જોખમમાં મુક્યા
May 23, 2025 01:57 PMજામજોધપુર પંથકને માવઠાનો માર: એક ઇંચ વરસાદ ખાબકતા ખેડુતોના હાલ બેહાલ...
May 23, 2025 01:17 PMરંગમતિ ડીમોલીશન પાર્ટ-૨: ૩૩ બાંધકામો પર બુલડોઝર
May 23, 2025 01:15 PMદડીયા ગામમાં મહિલા બુટલેગરનું ગેરકાયદેસર મકાન તોડી પડાયું
May 23, 2025 01:01 PMખંભાળીયામાં અસામાજીક તત્વો દ્વારા કરાયેલ ગેરકાયદે બાંધકામો પર તંત્રનું બુલડોઝર
May 23, 2025 12:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech