જામનગર: આવેદન આપવા નીકળેલા કોંગી અગ્રણીની કાલાવડથી અટકાયત
નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ સરદાર પટેલ સ્ટેડિયમ કરવાની માંગ: આવેદનપત્ર પાઠવે તે પહેલાં જ આગેવાનોની અટકાયત
વિશ્ર્વના સૌથી મોટા સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ પુન: પહેલા હતુ તે સરદાર વલ્લભભાઇ પટેલ નામ રાખવાની માંગ સાથે આજે કોંગ્રેસના અગ્રણી જે.પી. મારવીયા જામનગર કલેકટરને આવેદન આપવા પહોંચે તે પહેલા જ કાલાવડ ખાતે પોલીસ દ્વારા અટકાયત કરાઇ હતી.
અમદાવાદ ખાતે આવેલા વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ’નરેન્દ્ર મોદી સ્ટેડિયમ’નું નામ બદલીને તેનું મૂળ નામ ’સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ’ પુન: રાખવાની માંગ સાથે આજે જામનગર જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી આવેદનપત્ર પાઠવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, આ કાર્યક્રમ યોજાય અને આવેદનપત્ર પાઠવવામાં આવે તે પૂર્વે જ આજે સવારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કાલાવડ ખાતેથી જ રજૂઆતકર્તા અને અગ્રણી કોંગી નેતા જયંતીલાલ પી. મારવીયા સહિત અન્ય કોંગ્રેસી આગેવાનોની અટકાયત કરી તમામને પોલીસ કસ્ટડીમાં લીધા હતા. આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમ પહેલાં જ પોલીસ દ્વારા કરવામાં આવેલી આ અટકાયતી કાર્યવાહીથી રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચા જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationજામનગર-દ્વારકા જિલ્લાના ૧૨૦ વનરક્ષક અને વનપાલ હડતાળમાં જોડાયા
October 31, 2026 02:31 PMજામનગરમાં ગીતામંદીર નજીક દીવાલ ધરાશાહી, ત્રણ મજૂર દટાયા, એકનું મોત
October 31, 2026 02:24 PMવાર્ષિક કોન્ફરન્સ માટે વનતારાએ વૈશ્ર્વિક વન્યજીવ સમુદાયને જામનગરમાં કર્યો એકત્ર
October 31, 2026 02:18 PMહાલારના ૫.૧૭ લાખ ગ્રાહકને ૪૪૦ વોટનો ઝટકો, બીલમાં રૂ.૫.૩૯ કરોડ વધારાનો ‘ચાંદલો’
October 31, 2026 02:15 PMજામનગર: આવેદન આપવા નીકળેલા કોંગી અગ્રણીની કાલાવડથી અટકાયત
October 31, 2026 01:37 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
