જામનગરમાં કોંગ્રેસની માર્ચ, રાહુલ ગાંધી સામેની ખોટી ફરિયાદ રદની માંગ
ભાજપના ઇશારે ઉતરાખંડ પોલીસે એફઆઇઆર નોંધી હોવાનો કોંગ્રેસનો આક્ષેપ
શહેર કોંગી પ્રમુખ દીગુભા જાડેજા સહીતના આગેવાનો અને કાર્યકરો જોડાયા
જામનગરમાં કોંગ્રેસે માર્ચ યોજી રાહુલ ગાંધી સામેની ખોટી ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી. ભાજપના ઇશારે ઉતરાખંડ પોલીસે એફઆઇઆર નોંધી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. આ કાર્યક્રમમાં શહેર કોંગી પ્રમુખ દીગુભા જાડેજા સહીતના આગેવાનો અને કાર્યકરો જોડાયા હતાં.
બંધારણીય મૂલ્યોના અપમાન સામે કાર્યવાહી કરવાના બદલે આરએસએસ અને ભાજપના ઇશારે કોંગ્રેસના દીગ્ગજ નેતા રાહુલ ગાંધી સામે ઉતરાખંડ પોલીસે ખોટી રીતે એફઆઇઆર કરી હોવાનો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે.
આ ઘટનામાં પોલીસ તંત્રનો રાજકીય દુરપયોગ કરવામાં આવી રહ્યો છે. આ ખોટી ફરિયાદ પાછી ખેંચવાની માંગણી સાથે જામનગર શહેર કોંગ્રેસ દ્વારા ગઇકાલે સાંજે માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેર કોંગ્રેસ કાર્યાલયથી નીકળેલી ફુટમાર્ચમાં શહેર કોંગી પ્રમુખ દીગુભા જાડેજા, કોંગી આગેવાન સહારાબેન મકવાણા સહીત અન્ય આગેવાનો તથા કાર્યકરો જોડાયા હતાં અને રાહુલ ગાંધી સામે થયેલી ખોટી ફરિયાદ રદ કરવા માંગણી કરી હતીા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationભારતીય શેરબજાર પર FPIની વેચવાલીની માર: સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોએ નીકાળ્યા 13138 કરોડ રૂપિયા
September 13, 2026 08:58 PMનેપાળમાં પૂરની હોનારત: ચિલિમે ટનલમાંથી 70 મીટર સુધીનો કાટમાળ હટાવાયો, 6 કર્મચારીઓ ફસાયા હોવાની ભીતિ
September 13, 2026 08:55 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
