જામનગર: ભૂગર્ભ ગટર / ખાળકૂવાની સફાઈ માટે સફાઈ કામદારોને ઊંડે સુધી ઉતારવા પર પ્રતિબંધ
ગટર સફાઈ દરમિયાન મૃત્યુના કિસ્સામાં રૂ.૩૦ લાખ અને કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં રૂ.૨૦ લાખ વળતર ચૂકવવાની જોગવાઈ
જામનગર તા.૨૨ સપ્ટેમ્બર, કેન્દ્ર સરકાર દ્વારા મેન્યુઅલ સ્કેવેન્જર્સની પ્રથા નાબૂદ કરવા સંદર્ભે "ધી પ્રોહીબીશન ઓફ એમ્પ્લોયમેન્ટ એઝ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એક્ટ-૨૦૧૩" નો અમલ તા.૧૮/૦૯/૨૦૧૩ તથા તે હેઠળ બનેલ નિયમનો તા.૧૨/૧૨/૨૦૧૩ થી સમગ્ર દેશમાં કરવામાં આવેલ છે. આ કડક કાયદાનો મુખ્ય હેતુ કોઈપણ સફાઈ કામદારને ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવામાં સફાઈ કરાવવા, ઉંડે ઉતરાવવા/ઉતારવા પર પ્રતિબંધ ફરમાવી, ગેસ ગળતરને કારણે કામદારોના સંભવિત મૃત્યુની દુર્ઘટના સંપૂર્ણ રીતે અટકાવવાનો છે.
આથી જામનગર જિલ્લાના શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં આવેલ ખાનગી મિલ્કત/સોસાયટીઓ/ફલેટો/ રહેણાંક વસાહતો/હોટલો/દુકાનો/રેસ્ટોરન્ટ/હોસ્પિટલો/પેઢીઓ/કારખાનાઓ/સંસ્થાઓ/ધર્મશાળાઓ/ ગેસ્ટ હાઉસો/સમાજવાડીઓ/ધાર્મિક મંદિરો/શાળા/કોલેજો/હોસ્ટેલો વગેરેની અંદર કે આજુબાજુમાં આવેલ ભૂગર્ભ ગટર તેમજ ખાળકૂવા સાફ કરવા માટે ક્યારેય કોઈપણ સફાઈ કામદારોને ભૂગર્ભ ગટર/ખાળકૂવા સફાઈ કરાવવા માટે ઉંડે ઉતારવાના રહેશે નહિ કે તે માટે કોઈ ફરજ પાડી શકશે નહી.
આ અધિનિયમની જોગવાઈ અનુસાર ગટર સફાઈ દરમિયાન થતાં મૃત્યુ તથા દિવ્યાંગતાના કિસ્સામાં જે વ્યક્તિ/સંસ્થા/સોસાયટી/કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોને ગટર સફાઈ માટે રોકવામાં આવેલ હોય તે જવાબદાર વ્યક્તિ/સંસ્થા/સોસાયટી/કોન્ટ્રાક્ટર સામે ગેરકાયદેસર કૃત્ય બદલ ફોજદારી રાહે પગલા ભરવાની જોગવાઈ ઉપરાંત સુપ્રિમ કોર્ટના ચુકાદાથી ગટર ગૂંગળામણને કારણે મૃત્યુ પામેલ સફાઈ કામદારોના મૃત્યુના કેસમાં સફાઈ કામદારોના વારસદારોને રૂ.૧૦.૦૦ વળતરની રકમમાં વધારો કરી રૂ.૩૦.૦૦ લાખ ચૂકવવા આદેશ કરેલ છે અને ભોગ બનનાર મૃતકોના વારસદારોને જો રૂ.૧૦.૦૦ લાખનું ચૂકવણું કરવાનું બાકી હોય તેવા તમામ વરસદારોને રૂ.૩૦.૦૦ લાખનું ચૂકવણું કરવા તેમજ ગટર સફાઈ દરમ્યાન ઉદભવતી દિવ્યાંગતાના કિસ્સામાં દિવ્યાંગતા અનુસાર ન્યૂનતમ રૂ.૧૦.૦૦ લાખનું વળતર અને કાયમી દિવ્યાંગતાના કિસ્સામાં ન્યૂનતમ રૂ.૨૦.૦૦ લાખનું વળતર ચૂકવવા આદેશ કરેલ છે.
કાનૂની ફરજ ઉપરાંત માનવતાની દ્રષ્ટીએ પણ આ જોખમી કામગીરી અપરાધ હોવાથી ગળતરથી થતાં અકાળે મૃત્યુને સંપૂર્ણપણે અટકાવવામાં સહભાગી બનવા જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, જિલ્લા પંચાયત, જામનગર અને નાયબ નિયામક અનુ.જાતિ કલ્યાણ, જામનગરની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationટેકસાસની ૯૦ ફૂટ ઉચી હનુમાન પ્રતિમા ફરી એકવાર વિવાદમાં
September 22, 2026 12:07 PMઓગસ્ટમાં નવા રોકાણકારોની નોંધણીમાં ગુજરાત સૌથી આગળ, 2.3 લાખ ઉમેરાયા
September 22, 2026 12:05 PMમહિલાઓ સિલિન્ડર નથી ઉઠાવી શકતી? નોકરીમાં લિંગ ભેદભાવથી સુપ્રીમ નારાજ
September 22, 2026 12:03 PMયુદ્ધના કારણે વધેલી મોંઘવારીએ જીએસટી રાહતનું ગણિત બગાડું
September 22, 2026 12:01 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
