જામનગર: પેન્શનરના અવસાન બાદ તેના પરિવારને કેન્દ્રના ધોરણે પેન્શન આપવા માંગણી
ગાંધીનગર સચિવાલય ખાતે મંત્રીઓને રક્ષાસૂત્ર બાંધી જામનગર સહિત સૌરાષ્ટ્રની બહેનોએ કરી રજુઆત...
કેન્દ્ર સરકારના પેન્શનરોના અવસાન બાદ તેમના અપરિણીત, વિધવા, ત્યક્તા અને ડાયવર્સી પુત્રીઓને ઉંમર બાદ વગર ફેમિલી પેન્શન આપવાની જોગવાઈ પ્રમાણે ગુજરાત સરકારના કર્મચારીઓને કેન્દ્ર સરકારના ધોરણે નાણાકિય હક્ક હિસ્સા આપવાનું સ્વીકારેલ હોય આ જોગવાઈનો અમલ કરવાની માંગણી ઉઠી છે.
આ અંગેની વિગત એવી છે કે, રાજ્ય સરકારના કર્મચારીના અવસાન બાદ તેમની અપરિણીત, વિધવા, ત્યક્તા અને ડાયવર્સી પુત્રીઓને ઉંમરના બાદ વગર કેન્દ્રના ધોરણે પેન્શન આપવાની જોગવાઇનો અમલ કરવાની માંગણી સાથે એક ફેમિલી પેન્શન પાત્ર ગૃપ દ્વારા સ્વર્ણિમ સંકુલ સચિવાલય ગાંધીનગર ખાતે સરકારના મંત્રીઓને રક્ષાસુત્ર બાંધી માંગણી દોહરાવી હતી. આ કાર્યક્રમમાં રાજકોટ, જામનગર, જુનાગઢ, સુરેન્દ્રનગર, લીંમડી સહીતના જિલ્લાઓની બહેનો જોડાઇ હતી.
રાજકોટ જિલ્લા પેન્શનર સમાજના પ્રમુખ હારિતસિંહ જાડેજા, ઉપપ્રમુખ, કે આર જિતિયા, ધોરાજી નિવૃત કર્મચારી મંડળ પ્રમુખ ભરતભાઈ ભાલોડિયા, ગાંધીનગર નિવૃત કર્મચારી મંડળના પ્રમુખ રતનસિંહ વાઘેલાએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તેમ ફેમિલી પેન્શનપાત્ર પુત્રીઓ, નિખિલભાઈ સંઘાણી, મીનાબેન ચુડાસમા, રાજેશ્વરીબેન જોશી, સોનલબેન પરમાર તેમજ જામનગરની બહેનો જોડાઈ હતી તેમ જામનગર જિલ્લાના પ્રમુખ અતુલભાઈ બુચની યાદીમાં જણાવાયુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Applicationસુરેન્દ્રનગરમાં ખનન માફિયાઓ પર રેન્જની ટીમની તવાઇ: રૂ.૪.૪૫ કરોડનો મુદ્દામાલ કબજે
October 16, 2026 10:30 AM૩૬૦ વર્ષ પછી ડોડોને પાછો લાવવાની તૈયારી એઆઈથી પક્ષીના ૨૩૦૦ સંભવિત જીન મળ્યા
October 16, 2026 10:26 AMએઆઇની મદદથી ભારતીય સેનાની ત્રણેય પાંખોનું લોજિસ્ટિક્સ નેટવર્ક ઇન્ટિગ્રેટ થશે
October 16, 2026 10:23 AMએઆઈની વધતી ભૂખથી સ્માર્ટફોન-લેપટોપ મોંઘાં થયા, 2027 સુધી રાહતની આશા નહીં
October 16, 2026 10:09 AMઅંતરિક્ષમાં પેટ્રોલ પંપ: નવે.માં લોન્ચ થશે સેટેલાઇટ ડોકિંગ અને રિફ્યુઅલિંગ મિશન
October 16, 2026 10:02 AMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
