જન્માષ્ટમી ઉત્સવ ૨૦૨૬: જન્માષ્ટમી ઉત્સવ દરમ્યાન દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ તંત્રની ડિજિટલ પહેલ
જિલ્લા પોલીસ દ્વારા યાત્રિકોની સુવિધા અને ટ્રાફિક વ્યવસ્થાપન માટે પાર્કિંગ સ્થળો કયુ આર કોડ સ્કેન કરી માહિતી મેળવી શકાશે
આગામી તા.૦૪ સપ્ટેમ્બરના રોજ ભગવાન દ્વારકાધીશની પાવન ભૂમિ દ્વારકા ખાતે જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી ખૂબ જ ઉમંગભેર કરવામાં આવે છે. જન્માષ્ટમીના પાવન પર્વે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પધારતા હોય છે ત્યારે કલેકટર રાજેશ તન્નાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા શ્રદ્ધાળુઓને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે માટે જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે.
પોલીસ અધિક્ષક જયરાજસિંહ વાળા માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જન્માષ્ટમી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા સ્થિતિ જળવાઈ તે માટે જરૂરી બંદોબસ્તની ગોઠવવામાં આવ્યો છે. જન્માષ્ટમી દરમ્યાન શ્રદ્ધાળુઓ કોઇપણ પ્રકારની અગવડતા ન પડે તે ડિજિટલ માધ્યમના ઉપયોગ થકી પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પાર્કિંગ સ્થળોના કયુ આર કોડ સ્કેન કરી નિયત પાર્કિંગ સ્થળની માહિતી પ્રાપ્ત થઈ શકશે. આ પાર્કિંગ સ્થળે વાહન પાર્કિંગ કરવા તેમજ આ પહેલમાં સહકાર આપવા નાગરિકોને દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 9510972318
View News On Application20 ઓક્ટોબરથી દારૂ સસ્તો થશે, 95% વસ્તુઓના ભાવ ઘટશે, ભારત-ન્યુઝિલેન્ડ ફ્રી ટ્રેડ ડીલથી રાહત
September 21, 2026 06:51 PMગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદનું જોર વધશે: 30થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા
September 21, 2026 05:09 PMફરીથી ધરપકડ માટે મેજિસ્ટ્રેટની મંજૂરી જરૂરી, પોલીસે કારણો સમજાવવા પડશે: સુપ્રીમ કોર્ટ
September 21, 2026 04:07 PMCopyright © 2025-2026 Aajkaal Daily
Developed by Rhythm Infotech
