દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૫ ઓગસ્ટના રોજ યોજાશે

  • August 04, 2026 01:59 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૫ ઓગસ્ટના રોજ યોજાશે

જિલ્લા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદો આગામી તા.૧૦ ઓગસ્ટ સુધીમાં રજૂ કરવાના રહેશે

લોકોના પ્રશ્નો, ફરિયાદો કે રજૂઆતો સ્થાનિક કક્ષાએ જ અસરકારક અને ન્યાયપૂર્ણ રીતે હલ રીતે થઈ શકે તે હેતુથી જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો જુલાઇ માસનો સ્વાગત કાર્યક્રમ તા.૨૫/૦૮/૨૦૨૬ના રોજ બપોરે ૦૩.૩૦ કલાકે દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર કચેરી, ખંભાળિયા ખાતે યોજાશે. 

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરતાં પહેલા અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલી હોય અને તે અનિર્ણિત હોય તો અરજી કરી શકાશે. અરજદારે ગ્રામ, તાલુકા અને જિલ્લા કક્ષાએ અરજી કરેલ હોવાના આધાર પુરાવા સાથે જિલ્લા સ્વાગત કાર્યક્રમના મથાળા હેઠળ અરજી કરવાની રહેશે. અરજીમાં મોબાઈલ નંબર અચુક દર્શાવવાના રહેશે. આ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્નો રજૂ કરી શકાશે. અરજદાર જાતે આધાર પુરાવા સાથે પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે. આ કાર્યક્રમમાં અરજદાર એક જ વિષયને લઇ રજૂઆત કરી શકશે, સામુહિક રજુઆતો કરી શકશે નહિ. અરજદારો કચેરીમાં તા.૧૦/૦૮/૨૦૨૬ સુધી પ્રશ્નો રજૂ કરી શકશે તેમ નિવાસી અધિક કલેકટરની યાદીમાં જણાવાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  9510972318  

View News On Application